સુનિલ સુબ્રમણ્યમનું કહેવુ છે કે સ્થાનિક રોકાણકારો દ્વારા નફાવસૂલી કરવામાં આવી રહી છે. વેલ્યુએશન ઘણાં વધી ગયા હતા એટલે પણ વેચવાલી આવી. બે દિવસના ઘટાડાથી લાંબાગાળાનું કોઈ નિર્ણય લેવાની જરૂર નથી. પરિણામની સિઝન બાદ જ રોકાણ માટેનો નિર્ણય લઈશું. વિદેશી ફંડ મેનેજરો ભારતને અન્ય દેશો સાથે સરખાવે છે.
સુનિલ સુબ્રમણ્યમના મતે જે સેક્ટરમાં ભાવ વધી ગયા છે તેમાં નફો બાંધી લેવો જોઈએ. પરિણામ બાદ ફરી એકવાર ખરીદી કરવી જોઈએ. કંપની એનાલિસ્ટ કોલમાં શું કહે છે તે ઘણું મહત્વનું હોય છે. કેપેસિટી યુટિલાઈઝેશન 80%ને પાર જવાની આશા હતી. જોકે કેપેસિટિ યુટિલાઈઝેશન 76% પર અટકી ગઈ.
સુનિલ સુબ્રમણ્યમનું માનવું છે કે એટલે હવે ઈન્ફ્રા સ્ટોક્સમાં વધુ વધારાની આશા નથી. સ્થાનિક ફંડ મેનેજરને હવે વેલ્યુએશન ઘણાં મોંઘા લાગી રહ્યા છે. USમાં ફેડ દર ઘટાડે અને RBI ન ઘટાડે તો રૂપિયો નબળો થશે. આવા સમયે ITમાં રોકાણનો સમય આવશે. USમાં રિકવરી આવશે ત્યારે પણ ITમાં રોકાણ કરી શકાય.
સુનિલ સુબ્રમણ્યમના મુજબ હાલમાં ITમાં રોકાણ કરતા પહેલા રાહ જોવી જોઈએ. હાલમાં રોકાણ ડાયવર્સિફાય કરવાની જરૂર છે. ભારતનું વેલ્યુએશન હાલ ઘણાં પ્રિમિયમ પર છે. બીજી છમાસિકમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. ઈક્વિટી, ડેટ અને ગોલ્ડ તમામમાં થોડું રોકાણ કરવું જોઈએ.
સુનિલ સુબ્રમણ્યમનું કહેવુ છે કે હાલમાં મલ્ટિએસેટ ફંડમાં રોકાણ કરવું જોઈએ. માત્ર ઈક્વિટીમાં રોકાણ કરવું હોય તો ફ્લેક્સિકેપમાં રોકાણ કરો. હાલમાં બેન્કિંગમાં આવેલા ઘટાડામાં રોકાણ કરવું જોઈએ. કન્ઝમ્પશનમાં પણ અત્યારે રોકાણ કરી શકાય છે.