ઘટતા શેરબજારની વચ્ચે પણ વધ્યો Zomatoનો સ્ટૉક, આ નિર્ણયથી રોકાણકારો ઉત્સાહિત | Moneycontrol Gujarati
Get App

ઘટતા શેરબજારની વચ્ચે પણ વધ્યો Zomatoનો સ્ટૉક, આ નિર્ણયથી રોકાણકારો ઉત્સાહિત

નવા વર્ષની પૂર્વ સંધ્યા પર Zomatoએ કેટલાક બજારોમાં પ્લેટફોર્મ ફી ને અસ્થાયી રૂપથી 9 રૂપિયા પ્રતિ ઑર્ડર સુધી વધારી દીધુ હતું. ગયા વર્ષે ઓગસ્ટમાં Zomatoએ નફો વધારવા અને પ્લેટફોર્મને નફાકારક બનાવવા માટે 2 રૂપિયાની પ્લેટફોર્મ ફી લાદી હતી.

અપડેટેડ 05:53:50 PM Jan 02, 2024 પર
Story continues below Advertisement

Zomato Share Price: શેર બજારના રેકોર્ડ સ્તર પર પહોંચ્યા બાદ મંગળવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો. પરંતુ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો (Zomato)ના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. મંગળવારે સવારે ઝોમેટોના શેર 126.55 રૂપિયા પર ખૂલ્યો અને કારોબારી સત્રના દરમિયાન તે વધીને 129.20 રૂપિયા સુધી પહોંચ્યો. સોમવારે ઝોમેટોનો શેર 124.50 રૂપિયાના લેવલ પર બંધ થયો હતો. આ રીતે આજે ઝોમેટોના શેરમાં આજે 3 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.

1 જાન્યુઆરીથી અમલમાં આવેલા ફેરફારો

ઝોમેટોના શેરમાં આ તેજી ફૂડ ડિલિવરી પ્લેટફૉર્મ દ્વારા મુખ્ય બજારોમાં જરૂરી પ્લેટફોર્મ ફી 3 રૂપિયાથી વધારીને 4 રૂપિયા પ્રતિ ઑર્ડર કર્યા બાદ જોવા મળી રહી છે. આ ફેરફાર 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો છે. નવા વર્ષની પૂર્વ સંધ્યા પર ઝોમેટોએ કેટલાક બજારોમાં પ્લેટફોર્મ ફી ને અસ્થાયી રૂપથી 9 રૂપિયા પ્રતિ ઓર્ડર સુધી વધાર્યો હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં, ઝોમેટોએ નફો વધારવા અને પ્લેટફૉર્મને નફાકારક બનાવવા માટે 2 રૂપિયાની પ્લેટફૉર્મ ફી લાધી હતી. તેનાથી પછી વધારીને ત્રણ રૂપિયા કરવામાં આવી હતી.


સૌથી વધુ ઑર્ડર અને બુકિંગ

1 જાન્યુઆરીથી તેને ફરી વધારો કરવામાં આવ્યો અને વધીને ચાર રૂપિયા કરવામાં આવ્યો. નવી પ્લેટફૉર્મ ફી ઝોમેટો ગોલ્ડ સહિત તમામ ગ્રાહકો પર લગાવામાં આવ્યો છે. ઝોમેટો અને તેના ઝડપી કૉમર્સ પ્લેટફૉર્મ બ્લિંકિટમાં ગયા વર્ષની સરખામણીમાં નવા વર્ષના પૂર્વ સંધ્યા પરઅત્યાર સુધીની સૌથી વધારે ઑર્ડર અને બુકિંગ જોવા મળી છે. ઝોમેટોના ફાઉન્ડર અને સીઈઓ દીપિન્દર ગોયલે એક્સ પોસ્ટમાં લખ્યું છે કે, 'અમે નવા વર્ષની પૂર્વ સંધ્યા પર લગભગ તેના ઑર્ડર ડિલીવર કર્યા આટલા વર્ષ 2015, 16, 17, 18, 19, 20ને મળાવીને કર્યા હતા. ભવિષ્યને લઈને ઘણો ઉત્સાહિત છે.

શેરની સ્થિતિ

મંગળવારના કારોબારી સત્રમાં ઝોમેટોના શેર 129.20 રૂપિયાના હાઈ લેવલ પર પહોંચ્યો છે. શેરના 52 સપ્તાહના હાઈ લેવલની વાત કરે તો તે 131.75 રૂપિયા છે. જ્યારે લો લેવલ 44.35 રૂપિયા છે. એક દિવસ પહેલા શેર સોમવારે 124.50 રૂપિયા પર બંધ થયો છે અને મંગળવાર સવારે તે 126.55 રૂપિયા પર ઓપન થયો હતો.

MoneyControl News

MoneyControl News

First Published: Jan 02, 2024 5:53 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.