ગુજરાત ચૂંટણીઃ 100 વર્ષથી ઉપરના 10,357 શતાયુ મતદાતાઓ મતાધિકારનો કરશે ઉપયોગ - 10357 centenary voters to exercise franchise in gujarat assembly elections | Moneycontrol Gujarati
Get App

ગુજરાત ચૂંટણીઃ 100 વર્ષથી ઉપરના 10,357 શતાયુ મતદાતાઓ મતાધિકારનો કરશે ઉપયોગ

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 10,357 શતાયુ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરશે: શ્રીમતી પી. ભારતી

અપડેટેડ 07:42:57 PM Nov 22, 2022 પર
Story continues below Advertisement

GUJARAT ELECTIONS 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 10,357 શતાયુ મતદાતાઓ મતાધિકારનો ઉપયોગ કરશે, શ્રીમતી પી. ભારતીએ આ વિશે માહિતી આપી હતી, જેમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર 5,115 જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર 5,242 શતાયુ મતદાતાઓ નોંધાયા છે, તો સૌથી વધુ 1,500 શતાયુ મતદાતાઓ અમદાવાદ જિલ્લામાં, સૌથી ઓછા શતાયુ મતદાતાઓ ધરાવતા પાંચ જિલ્લાઓમાં ડાંગ, તાપી, નર્મદા, પોરબંદર અને પાટણમાં નોંધાયા છે.

વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ
- 182 બેઠક પર કુલ 1621 ઉમેદવાર મેદાને
- પ્રથમ તબક્કામાં 89 બેઠક પર 788 ઉમેદવાર
- બીજા તબક્કામાં 93 બેઠક પર 833 ઉમેદવાર
- 1 ડિસેમ્બરે પ્રથમ,5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન
- 8 ડિસેમ્બરે વિધાનસભા ચૂંટણીનું પરિણામ

આ પણ વાંચો - “મારી કોઈ ઓકાત નથી..” મધુસૂદન મિસ્ત્રીના કથિત નિવેદન પર PM મોદીના પ્રહાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨માં બન્ને તબક્કામાં થઈને કુલ 4,91,35,400 મતદારો પૈકી 10,357 શતાયુ મતદાતા એટલે કે 100 વર્ષ કે તેથી વધુ વયની આયુ ધરાવતા મતદાતાઓ લોકશાહીને વધુ મજબૂત બનાવવા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં કુલ 10,357 શતાયુ મતદાતાઓ પૈકી પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર યોજાનાર ચૂંટણીમાં 5,115 જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર 5,242 શતાયુ મતદાતાઓ મતદાન કરશે, એમ મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ જણાવ્યું છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કુલ 10,357 શતાયુ મતદાતા નોંધાયા છે. જેમાં સૌથી વધુ શતાયુ મતદાતા ધરાવતા પ્રથમ પાંચ જિલ્લાઓમાં અમદાવાદમાં 1,500, વડોદરામાં 716, ભાવનગરમાં 628, રાજકોટમાં 547 અને દાહોદ જિલ્લામાં 531 મતદાતાઓ છે. જ્યારે રાજ્યમાં સૌથી ઓછા શતાયુ મતદાતાઓ ધરાવતા પાંચ જિલ્લામાં ડાંગમાં 08, તાપીમાં 67, નર્મદા માં 69, પોરબંદરમાં 109 તેમજ પાટણ જિલ્લામાં 125 મતદાતાઓ નોંધાયા છે.


ઉત્તર ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં 1,500, બનાસકાંઠામાં 382, ગાંધીનગરમાં 260, મહેસાણામાં 238, અરવલ્લીમાં 200, સાબરકાંઠામાં 164 તેમજ પાટણ જિલ્લામાં 125 શતાયુ મતદારો નોંધાયા છે.

જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં 628, રાજકોટમાં 547, કચ્છમાં 444, જુનાગઢમાં 395, અમરેલીમાં 372, જામનગરમાં 298, ગીર સોમનાથમાં 278, સુરેન્દ્રનગરમાં 278, મોરબીમાં 175, દેવભૂમિ દ્વારકામાં 174, બોટાદમાં 168 તેમજ પોરબંદરમાં 109 શતાયુ મતદારો છે.

મધ્ય ગુજરાતમાં વડોદરામાં 716, દાહોદમાં 531, આણંદમાં 332, ભરૂચમાં 312, ખેડામાં 280, પંચમહાલમાં 237, છોટાઉદેપુરમાં 145, મહિસાગરમાં 132 તેમજ નર્મદા જિલ્લામાં 69 શતાયુ મતદારો છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સૂરત જિલ્લામાં 422, વલસાડમાં 238, નવસારીમાં 133, તાપીમાં 67 તેમજ ડાંગ જિલ્લામાં 08 શતાયુ મતદારો નોંધાયા છે. 

ચૂંટણી પંચે 80 વર્ષથી વધુ વય ધરાવતા મતદાતાઓ કે જેમણે ઘરે બેઠા મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, તેમના ઘરે જઈને મતદાન કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે વરિષ્ઠ મતદારોએ મતદાન કેન્દ્ર પર જઈને મતદાન કરવું હોય તેમના માટે વિશેષ સવલતો ઊભી કરવામાં આવી છે. જેમાં 80 વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ નાગરિકો ઉપરાંત, દિવ્યાંગજનો અને કોવિડ પ્રભાવિત વ્યક્તિઓ માટે ટપાલ મતપત્ર દ્વારા મતદાન કરવાની સુવિધા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જે મતદારોએ નિયત સમયમર્યાદામાં જરૂરી વિગતો સાથે ફોર્મ-12 ડી ભરીને આપ્યું છે, તેમને ઘરે બેઠા મતદાનનો લાભ મળશે. 

MoneyControl News

MoneyControl News

First Published: Nov 22, 2022 12:28 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.