જામી છે પક્ષપલટાની મોસમ, ઘાટલોડિયામાં AAPના 200 કાર્યકરો ભાજપમાં સામેલ - 200 aap workers joined bjp in cm constituency ghatlodia | Moneycontrol Gujarati
Get App

જામી છે પક્ષપલટાની મોસમ, ઘાટલોડિયામાં AAPના 200 કાર્યકરો ભાજપમાં સામેલ

ઘાટલોડિયામાં આમ આદમી પાર્ટીના 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા, ઘાટલોડિયામાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર કેસરિયો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું, ભાજપના પ્રવક્તાએ કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસકાર્યોથી પ્રભાવિત થઈને AAPના કાર્યકરો ભાજપમાં જોડાયા છે

અપડેટેડ 10:54:59 AM Nov 26, 2022 પર
Story continues below Advertisement

GUJARAT ELECTIONS 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો બીજા પક્ષમાં જોડાઈ રહ્યા છે. ગઈકાલે હાર્દિક પટેલની ટીમના પાસના 1500થી વધુ કન્વિનરો ભાજપમાં જોડાયા હતા. તેવી જ રીતે ચૂંટણી પહેલા અમદાવાદમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ઘાટલોડિયા વિધાનસભા બેઠકમાં AAPમાં ભંગાણ થયું છે.

અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, તે ઘાટલોડિયામાં આમ આદમી પાર્ટીના 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ઘાટલોડિયામાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર કેસરિયો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં થયેલા વિકાસકાર્યોથી પ્રભાવિત થઈને AAPના કાર્યકરો ભાજપમાં જોડાયા છે.

તો આ પહેલા રાજકોટના જસદણમાં અમિત શાહ પ્રચાર અર્થે ગયા હતા, તે દરમિયાન કોંગ્રેસ અને આપના આગેવાનો ભાજપમાં જોડાયા હતા. અમિત શાહની હાજરીમાં કોંગ્રેસ-આપના આગેવાનોએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. એક તરફ પક્ષપલટાની મોસમ અને બીજી બાજુ મેન્ડેટ રદ્દ કરવાની અરજીના કારણે હાલ આમ આદમી પાર્ટીની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો - Twitter નેસ્ક્ટ વિક "વેરિફાઇડ" સર્વિસ કરશે શરૂ, કંપનીઓને મળશે ખાસ ગોલ્ડ ટિક

આપને જણાવી દઈએ કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના તમામ 182 ઉમેદવારોના મેન્ડેટ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. આણંદ જિલ્લામાંથી વકીલ હાર્દિક પટેલ અને કેયૂર જોશીએ આ અરજી કરી છે. તેમણે ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરી છે. જેમાં ઉલ્લેખ કરાયો છે કે આમ આદમી પાર્ટીના તમામ મેન્ડેટ અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા અપાયા છે. આમ આદમી પાર્ટી એ રાષ્ટ્રીય પક્ષ નથી.


MoneyControl News

MoneyControl News

First Published: Nov 25, 2022 4:07 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.