Gujarat election 2022 : ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ શાંતિપૂર્ણ અને ઉત્સાહપૂર્ણ મતદાન બદલ ગુજરાતના 19 જિલ્લાઓના મતદારોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, વહેલી સવારથી જ નાગરિકોએ આનંદ અને ઉત્સાહથી મતદાનનો આરંભ કર્યો હતો. વિશિષ્ટ પ્રકારના મતદાન મથકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને લોકોએ આનંદ અને ઉલ્લાસપૂર્વક લોકશાહીના આ અવસરની ઉજવણી કરી હતી.
ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પણ ગુજરાતના મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવાની અપીલ કરી હતી. ગુજરાતના ચૂંટણી તંત્ર વતી પી. ભારતીએ રાજીવકુમાર અને ભારતના ચૂંટણી કમિશનનો યોગ્ય માર્ગદર્શન અને સહયોગ બદલ આભાર માન્યો હતો.



