“આપ તો એસે ન થે”, કોંગ્રેસની ભૂંડી હાર પાછળ આપ જવાબદાર, વોટ કટવા પાર્ટીએ બગાડ્યો સંપૂર્ણ ખેલ - aam aadmi party along with congress in gujarat has moved to gandhinagar | Moneycontrol Gujarati
Get App

“આપ તો એસે ન થે”, કોંગ્રેસની ભૂંડી હાર પાછળ આપ જવાબદાર, વોટ કટવા પાર્ટીએ બગાડ્યો સંપૂર્ણ ખેલ

ગુજરાતમાં ભલે ભાજપની સરકાર બની રહી હોય પરંતુ 12 ટકાથી વધુ વોટ શેર સાથે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ અને ભાજપનું ગણિત બગાડ્યુ જરુર છે

અપડેટેડ 12:49:52 PM Dec 10, 2022 પર
Story continues below Advertisement

GUJARAT ELECTION 2022: ગુજરાતમાં કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટીએ ગાંધીનગર વાળી કરી છે..ભાજપે 150 પ્લસનો મેજીકલ નં પાર કર્યો છે, પણ વોટ શેરના મામલામાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ અને ભાજપનો ખેલ બગાડ્યો જરુર છે

ગુજરાતની કુલ 182 બેઠકો પૈકી 30થી વધુ બેઠકો પર આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી છે આ ઉપરાંત કોંગ્રેસનો ગઢ ગણાતી 10 બેઠકો પર આપે કોંગ્રેસનુ આખુ ગણિત બગાડી મતોના ધ્રુવિકરણમાં સૌથી મોટો ભાગ ભજવ્યો છે. આ ઉપરાંત સુરતની પણ 5 બેઠકોમાં આમ આદમી પાર્ટી બીજા નંબરે રહી છે. સૌરાષ્ટ્રની પણ 12 બેઠકો કે જેમાં 2017માં કોંગ્રેસે સારુ પ્રદર્શન કર્યુ હતુ, ત્યાં પણ મતોના ધ્રુવિકરણના કારણે ભાજપને ફાયદો થયો છે..

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લડીને આમ આદમી પાર્ટી હવે રાષ્ટ્રીય પાર્ટી બની ગઇ છે..આમ આદમી પાર્ટી માટે આ વખતે ગુજરાતમાં વકરો એટલો નફોની સ્થિતિ છે.. સીએમ પદનો ચહેરો ઇસુદાન ગઢવી અને પ્રદેશ પ્રમુખ ઇટાલિયા હાર્યા છે છતા પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું મજબૂત ગ્રાઉન્ડ તૈયાર થયું છે..જોકે પાર્ટીનું સોશિયલ મીડીયા થકી ચૂંટણી જીતવાનું સપનું અધુરૂં રહ્યું છે.. જે સુરતને આપે પ્રવેશ દ્વાર બનાવ્યું હતુ એ જ સુરતમાં પાર્ટી ખાતું પણ ન ખોલાવી શકી..

મફતની લ્હાણીથી ગુજરાતી મતદારો લલચાયા નહતા..આ ઉપરાંત ગોપાલ ઇટાલિયાના વિવાદીત નિવેદનોથી પણ પાર્ટીને મોટું નુકસાન થયું

આ પણ વાંચો - અદ્દભૂત અવિશ્વનીય અકલ્પનિય પરિણામ, હવે આગામી સમયમાં BJPને શું થશે ફાયદો એ સમજીએ


જૂઓ આદમી પાર્ટીની સંપૂર્ણ હાઇલાઇટ્સ
ગુજરાતમાં આપે કોંગ્રેસ સાથે કરી ગાંધીનગર વાળી
કોંગ્રેસનો 29 બેઠકો પર આપે ખેલ બગાડ્યો
29 બેઠકો પર AAP ભાજપ બાદ બીજા નંબરે
કોંગ્રેસનો ગઢ ગણાતી 10 બેઠકો પર આપે ખેલ કર્યો
સુરતની 5 બેઠકો પર AAP બીજા નંબરે
સૌરાષ્ટ્રની 12 બેઠકો પર AAP બીજા નંબરે
ગુજરાતમાં ચૂંટણી લડી અને રાષ્ટ્રીય પાર્ટી બની
આમ આદમી પાર્ટીને ગુજરાતમાં વકરો એટલો નફો
29 બેઠકો પર બીજા નંબરે રહી આમ આદમી પાર્ટી
5 બેઠકો પર ભાજપના મજબૂત ઉમેદવારોને હરાવ્યા
સીએમ પદનો ચહેરો ઇસુદાન ગઢવી અને પ્રદેશ પ્રમુખ ઇટાલિયા હાર્યા
ચૂંટણી હાર્યા પણ ગુજરાતમાં મજબૂત ગ્રાઉન્ડ તૈયાર થયું
સોશિયલ મીડીયા થકી ચૂંટણી જીતવાનું સપનું અધુરૂં રહ્યું
જેને પ્રવેશ દ્વાર બનાવ્યું એ જ સુરતમાં ખાતું ન ખોલી શક્યા
મફતની લ્હાણીથી ગુજરાતી મતદારો ન લલચાયા
ગોપાલ ઇટાલિયાના વિવાદીત નિવેદનોથી પાર્ટીને મોટું નુકસાન થયું

MoneyControl News

MoneyControl News

First Published: Dec 09, 2022 4:54 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.