આમ આદમી પાર્ટી બન્યો રાષ્ટ્રીય પક્ષ, ગુજરાત વિધાનસભામાં મળ્યા 20 ટકાથી વધુ મત - aam aadmi party became a national party got more than 20 percent votes in gujarat assembly | Moneycontrol Gujarati
Get App

આમ આદમી પાર્ટી બન્યો રાષ્ટ્રીય પક્ષ, ગુજરાત વિધાનસભામાં મળ્યા 20 ટકાથી વધુ મત

ભાજપની ઐતિહાસીક જીત, કોંગ્રેસની અકલ્પનિય હાર, હવે સમજો

અપડેટેડ 04:54:53 PM Dec 09, 2022 પર
Story continues below Advertisement

GUJARAT ELECTION 2022: ભાજપની ઐતિહાસીક જીત, કોંગ્રેસની અકલ્પનિય હાર, હવે સમજો
આમ આદમી પાર્ટીને શું નુકસાન શું લાભ?

દિલ્હી મોડલને આગળ રાખી ગુજરાતની કાયાપલટ કરવાની વાતોને મતદારોએ રીતસરની નકારી છે, જોકે કેટલીક બાબતો એવી છે જેને AAPને ફાયદો કરાવ્યો છે તો કેટલાક અંશે નુકસાન.
આમ આદમી પાર્ટીના ધારાસભ્યો હવે વિધાનસભા ગૃહમાં સવાલો ઉઠાવી સરકારને ઘેરી શકશે,, 6 ટકા વોટ શેર મળતા હવે આપ રાષ્ટ્રીય પાર્ટી બની જશે, પ્રથમ વખતની ચૂંટણીમાં અમુક બેઠકો પર મતદારોનું સમર્થન પણ મળ્યું છે અને ગુજરાતમાં ચૂંટણી લડવાનો અનુભવ પણ મેળવ્યો છે, જેથી આગામી ચૂંટણી તેઓ મજબૂતાઈથી લડી શકે છે આમ ફાયદાની સાથે-સાથે, જનતાએ મફતની વાતોને નકારી પણ છે,,આ ઉપરાંત દિલ્હી મોડલની વાત ગુજરાતમાં ફેલ ગઈ છે.

ચૂંટણીના પરિણામો રાજ્યસભામાં ભાજપ માટે મહત્વપૂર્ણ સાબીત થઈ જશે છે જ્યારે આપ માટે તો જેટલો વકરો એટલો નફો જ છે.

આમ આદમી પાર્ટીને હવે શું ફાયદો?
ગુજરાતની ચૂંટણીમાં આપને 6 ટકા વોટ શેર મળતા જ આપ રાષ્ટ્રીય પાર્ટી બની છે, હવે રાષ્ટ્રીય પાર્ટી બનવાના ફાયદા પર એક નજર કરીએ તો રાષ્ટ્રીય પક્ષ પોતાનું ચૂંટણી ચિન્હ આખા ભારતમાં ઉપયોગમાં લઈ શકે છે, ઉમેદવારને નામાંકન માટે માત્ર એક જ ટેકેદારની જરૂર રહે છે, દરેક ઉમેદવાર માટે એક યાદી વિનામૂલ્યે મળી શકે છે, પાર્ટીને આકાશવાણી પર ચૂંટણી માટે પ્રચાર અને પ્રસારણના અધિકારો મળતા થઈ જાય છે, સ્ટાર પ્રચારકોની યાદી 20થી વધીને 40 થઈ શકે છે, પક્ષના કાર્યાલય માટે કેન્દ્ર અને રાજ્યસરકારે જમીન પણ આપવી પડે છે.

આ પણ વાંચો - Gujarat Election Result:આ ઐતિહાસિક પરિણામ પાછળ કયા મુખ્ય રહ્યાં કારણ જવાબદાર, કરો એક નજર


MoneyControl News

MoneyControl News

First Published: Dec 09, 2022 1:29 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.