ભુપેન્દ્ર સરકારમાં મંત્રીઓને સોંપાઇ ગયા છે ખાતા, જાણો કયા મંત્રીને, કયા વિભાગનો સોંપાયો હવાલો
ભુપેન્દ્ર પટેલ સરકારની શપથ વિધિ બાદ સાંજે જ કેબિનેટ બેઠક મળી અને પહેલી કેબિનેટમાં જ ખાતા ફાળવણી કરી દેવાઇ છે. ત્યારે મુખ્યમંત્રી સહિત કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રીઓને કયા કયા વિભાગો સોંપાયા છે તેના પર નજર કરીએ
શપથવિધિ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્રિમંદિર દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારબાદ ગુજરાતમાં ભાજપની નવી સરકાર રચાયા બાદ ગાંધીનગરમાં નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક મળી હતી. જેમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે આ કેબિનેટ બેઠક માટે ઋષિકેશ પટેલને આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ, ભીખુસિંહ પરમારને અન્ન અને નાગરિક પૂરવઠો તેમજ રાઘવજી પટેલને કૃષિ, મત્સ્ય ઉદ્યોગ અને ગ્રામ્ય વિકાસ સહિતના ખાતા ફાળવવામાં આવ્યા છે. ત્યારે કનુભાઈ દેસાઈ અને ઋષિકેશ પટેલને પ્રવક્તા મંત્રી પણ બનાવવામાં આવ્યા છે.
કયા મંત્રીને કયું ખાતું સોંપાયું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ : સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ અને આયોજન, ગૃહ અને પોલીસ હાઉસીંગ, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, માર્ગ અને મકાન અને પાટનગર યોજના, ખાણ અને ખનિજ, યાત્રાધામ વિકાસ, નર્મદા અને કલ્પસર, બંદરો, માહિતી અને પ્રસારણ, નશાબંધી અને આબકારી, વિજ્ઞાન અને પ્રૌધોગિકી, તમામ નીતિ વિષયક બાબતો અને અન્ય મંત્રીઓને ન ફાળવેલ વિષયો
કેબિનેટ મંત્રી કનુભાઇ મોહનભાઇ દેસાઇ : નાણા, ઉર્જા અને પેટ્રોકેમીકલ્સ
કેબિનેટ મંત્રી ઋષિકેશભાઇ પટેલ : આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો
રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્મા (પંચાલ) : સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખન સામગ્રી, પ્રોટોકોલ, (તમામ સ્વંતત્ર હવાલો), લઘુ, શુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડ્યન (રાજ્ય કક્ષા)
રાજ્ય કક્ષાના મંત્રી પરષોત્તમ સોલંકી : મત્સ્યોદ્યોગ અને પશુપાલન
રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઇ મગનભાઇ ખાબડ : પંચાયત, કૃષિ
રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઇ જે. પટેલ : વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા
રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ્લભાઇ પાનસેરીયા : સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ
રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ ચતુરસિંહ પરમાર : અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા
રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજીભાઇ હળપતી : આદિજાતી વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ
ગુજરાત વિધાનસભામાં હવે દંડકની સાથે 4 ઉપદંડક રાખવાનો નિર્ણય
આજે રાજ્યની ભુપેન્દ્ર પટેલ સરકારે શપથગ્રહણ કર્યા છે, ત્યારે ગુજરાત વિધાનસભાના દંડક અને ઉપદંડક અંગે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. વિધાનસભામાં દંડકની સાથે હવે 4 ઉપદંડકનો પણ સમાવેશ કરાયો છે. ગુજરાત વિધાનસભામાં વડોદરા બાલકૃષ્ણ શુક્લ મુખ્યદંડક હશે તો જગદીશ મકવાણા, વિજય પટેલ, રમણ સોલંકી અને કૌશિક વેકરીયા ઉપદંડક હશે.