પીએમ મોદીએ ગુજરાતની કમાન લીધી પોતાના હાથમાં, 7 જ કલાકમાં એક બાદ એક 4 જિલ્લામાં યોજી 4 જાહેરસભા - after a days break pm modi again took charge of gujarat held 4 public meetings in 4 districts one after the other in 7 hours | Moneycontrol Gujarati
Get App

પીએમ મોદીએ ગુજરાતની કમાન લીધી પોતાના હાથમાં, 7 જ કલાકમાં એક બાદ એક 4 જિલ્લામાં યોજી 4 જાહેરસભા

Gujarat Election 2022 : ગુજરાતના ચૂંટણી ઈતિહાસમાં અત્યાર સુધીમાં કોઈ પણ પાર્ટીને ન મળી હોઈ એટલી બેઠક પર કમળ ખિલાવવાના નારા સાથે મેદાને ઉતરેલી ભાજપે હવે ઉમેદવાર પણ જનતાને જ બનાવી દીધી છે. ખૂદ પીએમ મોદીએ કહ્યું કે, આ ચૂંટણી ના તો નરેન્દ્ર લડે છે કે, ના ભુપેન્દ્ર લડે છે. પરંતુ 2022ની આ ચૂંટણી જનતા લડી રહી છે. ત્યારે 8 ડિસેમ્બરે જીતના રેકોર્ડ તૂટ

અપડેટેડ 12:45:39 PM Nov 24, 2022 પર
Story continues below Advertisement

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ બીજી વખત ગુજરાત પ્રવાસે આવેલા પીએમ મોદીએ ઝંઝાવતી પ્રચારને ફરી તેજ કર્યો. ભાજપની રેકોર્ડ તોડ જીતના નારા સાથે એક બાદ એક જિલ્લામાં જઈને ભાજપનો પ્રચાર કર્યો. નરેન્દ્ર કરતા ભૂપેન્દ્રનો રેકોર્ડ સારો હોવો જોઈએના નારા સાથે પીએમ મોદીએ 2022માં ભાજપને ઐતિહાસિક જીત અપવવા અપીલ કરી હતી... એટલું જ નહીં, કોંગ્રેસના શાસનની કર્મ કુંડળીને પણ જનતા સામે પણ મૂકી હતી.

પીએમ મોદીએ 7 કલાકમાં 30 બેઠક કવર કરી

બપોરે એક વાગ્યે મહેસાણાથી શરૂ કરીને બાદમાં દાહોદ અને વડોદરા સહિત છેલ્લે 8 વાગ્યા આસપાસ ભાવનગરમાં ચોથી સભા યોજી પીએમ મોદીએ 7 કલાકમાં 30 બેઠક કવર કરી હતી. જેમાં મહેસાણાની સભામાં જિલ્લાની સાતેય બેઠકના ઉમેદવારો હાજર રહ્યાં... તો દાહોદના ખરોડમાં સભા યોજી દાહોદની 6 બેઠકો કવર કરી. તો વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં સભા યોજી શહેર અને જિલ્લાની 10 બેઠક પર કમળ ખિલવવા અપીલ કરી હતી. તો છેલ્લે ભાવનગરમાં સભા યોજી શહેર અને જિલ્લાની 7 વિધાનસભા બેઠક પર ભાજપની જીતનો નારો આપ્યો હતો.

ભાજપના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં

માત્ર પીએમ મોદી જ નહીં, પરંતુ અમિત શાહથી લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના સ્ટાર પ્રચારકો ગુજરાતમાં, ગર્જના કરતા જોવા મળ્યા હતા. 2022 માટેના ચૂંટણીના મેદાનમાં સૌથી વધુ ભાજપનો શોર જોવા મળી રહ્યો છે. અમિત શાહથી લઈને યોગી આદિત્યનાથ... અને મનોજ તિવારી સહિતના દિગ્ગજ નેતાઓ ગુજરાતના આકાશથી લઈને રસ્તા પર જોવા મળ્યા. અને એમાં પણ આજના દિવસ માટે સૌથી મહત્વનો પ્રચાર અમિત શાહનો જસદણમાં રહ્યો... કે જ્યાં અમિત શાહે જસદણના જંગને વિધાનસભાનો નહીં પરંતુ કુંવરજી બાવળિયાના કામનો જંગ ગણાવ્યો.


કોંગ્રેસ પર ભાજપના પ્રહાર

અમિત શાહે રાજકોટના જસદણ, સુરેન્દ્રનગરના પાટડી અને સુરતની બારડોલી એમ એક જ દિવસમાં ત્રણ બેઠક પર પ્રચાર કર્યો હતો. ક્યાંક ભાજપને મત આપવા અપીલ કરી તો ક્યાંક કોંગ્રેસને આડે હાથ લીધી હતી. તો આ તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ એક જ દિવસમાં બોટાદના ગઢડા, જૂનાગઢ અને સુરતમાં પ્રચાર કર્યો. તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દેવભૂમિ દ્વારકા, કચ્છના રાપર અને મોરબીના હળવદમાં પ્રચાર કર્યો હતો.

 

 

MoneyControl News

MoneyControl News

First Published: Nov 23, 2022 8:44 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.