Gujarat Election 2022: સુરતમાં રાત્રિ રોકાણના બીજા દિવસે આપના સુપ્રીમો અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મીડિયાને સંબોધિત કર્યાં હતાં. જેમાં અરવિંદ કેજરીવાલે સતત બીજા દિવસે લેખિતમાં ભવિષ્યવાણી કરતાં કહ્યું હતું કે, સુરતની આઠ જેટલી બેઠકો પર આપ જીતે છે. કથીરિયા અને ગોપાલ ઈટાલિયા સહિત ઈસુદાન ગઢવી પણ જંગી બહુમતીથી જીતશે તેવું લેખિતમાં મીડિયા સામે રજૂ કર્યું હતું. મહત્વપૂર્ણ છે કે, ગતરોજ કેજરીવાલે આપની સરકાર બનતી હોવાનું લેખિતમાં ભવિષ્યવાણી કરતાં આપ્યું હતું.



