ગુજરાત વિધાનસભા ચૂંટણી: આતીકાલે પ્રથમ તબક્કાની 89 બેઠક પર મતદાન, તમામ તૈયારીઓ પૂર્ણ - as the first phase of gujarat assembly election polling is going to be held on december 1 | Moneycontrol Gujarati
Get App

ગુજરાત વિધાનસભા ચૂંટણી: આતીકાલે પ્રથમ તબક્કાની 89 બેઠક પર મતદાન, તમામ તૈયારીઓ પૂર્ણ

ત્યારે પ્રથમ તબક્કાના મતદાનને લઈને પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે... સરળ અને વધુમાં વધુ મતદાન થાય એ માટે ચૂંટણી પંચ તમામ તૈયારીઓને આખરી આપ પણ આપી દીધો છે...

અપડેટેડ 12:34:58 PM Nov 30, 2022 પર
Story continues below Advertisement

GUJARAT ELECTIION: પ્રથમ તબક્કાના મતદાનને લઈને પ્રચાર પડઘમ શાંત થઈ ચૂક્યા છે... સરળ અને વધુમાં વધુ મતદાન થાય એ માટે ચૂંટણી પંચ તમામ તૈયારીઓને આખરી આપ પણ આપી દીધો છે... ત્યારે પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે શું છે તૈયારી... 1 ડિસેમ્બરે સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધી કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લામાં મતદાન થશે... 89 બેઠક માટે યોજાનારી આ ચૂંટણીમાં કુલ 39 રાજકીય પર્ટીના કુલ 788 ઉમેદવારો મેદાને છે... જેમનું ભાવી 1 ડિસેમ્બરનો સુરજ આથમતાની સાથે જ EVMમાં કેદ થઈ જશે...
પ્રથમ તબક્કો
-1 ડિસે. મતદાન
- 8AMથી 5PM
- 19 જિલ્લા
- 89 બેઠક
- 39 રાજકીય પાર્ટી
- 788 ઉમેદવાર

લોકશાહીના આ મહાપર્વને યાદગાર બનાવવા માટે ચૂંટણી પંચે પણ તમામ તૈયારીઓ પીર્ણ કરી દીધી છે... વધુમાં વધુ મતદાન અને દરેક નાગરિક પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે કેટલીક જગ્યાએ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે...

ચૂંટણી પંચની તૈયારીઓની વાત કરીએ એ પહેલાં એક નજર મતદારોની કરીએ તો, 1 કરોડ 24 લાખ 33 હજરા 362 પુરૂષ... 1 કરોડ 15 લાખ, 42 હજાર 811 મહિલા અને 497 ત્રીજી જાતિના એમ કુલ 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો એક ડિસેમ્બરે પોતાનો કિંમતી મત આપશે... જે પૈકી 5 લાખ 74 હજાર, 560 એવા મતદારો છે... જે પ્રથમ વખત મતદાન કરશે... જ્યારે 4 હજાર 945 મતદારો 99 વર્ષથી વધુ વયના મતદારો છે... જ્યારે 163 NRI મતદારો છે...

ત્યારે દરેક વ્યક્તિ મતદાન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે... પ્રથમ તબક્કાના કુલ 19 જિલ્લાના 14,382 સ્થળ પર મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે... જેમાં 3311 શહેરી સ્થળ પર કુલ 9,014 મતદાન મથકો અને 11,071 ગ્રામ્ય સ્થળ પર કુલ 16,416 મતદાન મથકો બનાવાયા છે... જે પૈકી 896 મતદાન મથકો વિશેષ હશે... કેમ કે, 89 મતદાન મથકોને મોડલ બનાવાયા છે... તો 89 મતદાન મથકો દિવ્યાંગો સંચાલિત હશે... જ્યારે 89 મતદાન મથકો ઈકો ફ્રેન્ડલી હશે... તો આ ઉપરાંત 611 સખી મતદાન મથકો હશે... જ્યારે 18 મતદાન મથકો યુવા સંચાલિત હશે... 25,430 મતદાન મથકોમાં 34,324 BU એટલે કે, બેલેટ યુનિટ, 34,324 CU એટલે કે, કંટ્રોલ યુનિટ અને 38,749 VVPAT મશિન હશે...

આ પણ વાંચો - ખડગેએ PMની સરખામણી “રાવણ” સાથે કરી! ભાજપ બન્યું આક્રમક, ગણાવ્યું ગુજરાતીઓનું અપમાન

જેને કારણે દરેક નાગરિક સરળતાથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે... એટલુ જ નહીં, ચૂંટણી પંચ દ્વારા મતદારોને જરૂરી માહિતી મળી રહે તે માટે વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન પણ જાહેર કરવામાં આવી છે... જેથી મતદારને કોઈ મૂંજવણ ન રહે... સાથે જ મતદાન મથકથી લઈને ઉમેદવારની માહિતી અને પરિણામની માહિતી પણ મતદાર સુધી પહોંચી રહે એ તમામ વિગતો વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન પર સતત અપલોડ કરવામાં આવી રહી છે...


સાથે જ વધુમાં વધુ મતદાન થાય એટલા માટે 19 જિલ્લામાં મતદાનના દિવસે ઉદ્યોગો-ધંધાના કામદારોને સવેતન રજા જાહેર કરવામાં આવી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 30, 2022 11:02 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.