સત્તાનો સંગ્રામ: પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ થયા શાંત, હવે ડોર ટુ ડોર પ્રચાર - campaigning for the first phase of gujarat assembly elections has been quiet now door to door campaigning | Moneycontrol Gujarati
Get App

સત્તાનો સંગ્રામ: પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ થયા શાંત, હવે ડોર ટુ ડોર પ્રચાર

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના મતદાનમાં હવે માત્ર બે દિવસ બાકી છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરે રાજ્યની 182 બેઠકોમાંથી 89 બેઠકો પર મતદાન થશે. રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડી રહી છે.

અપડેટેડ 09:52:33 AM Nov 30, 2022 પર
Story continues below Advertisement

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થયા હતા. મળતી જાણકારી અનુસાર, ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થયા હતા. રાજ્યની 182માંથી 89 બેઠકો પર પ્રચાર પૂર્ણ થયો હતો. પ્રથમ તબક્કા માટે ઉમેદવારો હવે ફક્ત ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. પ્રથમ તબક્કાની સૌરાષ્ટ્રની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર મતદાન થશે. પહેલી ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર મતદાન થશે.


અમરેલીમાં પરેશ ધાનાણીએ લીધા ભાજપના નેતાઓના આશીર્વાદ

કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી અચાનક જ ભાજપ કાર્યાલય પહોચ્યા હતા. જ્યાં તેમણે દિલીપ સંઘાણી, પરસોત્તમ રૂપાલા અને ગોરધન ઝડફિયા સાથે ચાની ચુસ્કી લીધી હતી. પરેશ ધાનાણી અને તેના નાનાભાઈ શરદ ધાનાણી સાથે ભાજપ ચૂંટણી કાર્યાલય ખાતે પહોંચતા ઘડીભર માટે સન્નાટો છવાઈ ગયો હતો. પરેશ ધાનાણીએ ભાજપના દિગ્ગજ નેતાઓ પાસેથી આશીર્વાદ લીધા હતા. જો કે આ અંગે પરેશ ધાનાણીએ કહ્યું કે, ભાજપના કાર્યાલયમાં રહેતા અને દિલથી કોંગ્રેસ સાથે જોડાયેલા કાર્યકરો પણ મને આશીર્વાદ આપે.


ખેડાના ઠાસરામાં ગૃહમંત્રી અમિત શાહની સભા

ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આજે દાહોદના ગરબાળા બાદ ખેડા જિલ્લાના ઠાસરામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રેલી યોજીને જાહેર સભાને સંબોધન કર્યું હતું. અમિત શાહે ઠાસરામાં જાહેર સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદીની સરકાર ખેડૂતોની ચિંતા કરે છે. મોદી સરકારે ઘરે ઘરે વીજળી પહોંચાડી છે.


બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણીપંચની તૈયારીઓ

તો, બીજીતરફ અમદાવાદમાં બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણીપંચની તૈયારીઓ ચાલી રહી છે. શહેરની સરકારી શાળાઓમાં મતદાન બુથ તૈયાર કરવામાં આવ્યા હતા. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં બુથ ઉભા કરાયા છે. એક શાળામાં ચાર બુથ પ્રમાણે શહેરમાં 200થી વધુ શાળાઓનો સમાવેશ કરાયો છે. તો ચૂંટણીના આગળના દિવસથી ચૂંટણીપંચ શાળાઓ પોતાના હસ્તક કરશે.. હાલ ચૂંટણીના બુથ સાથે સ્લીપની વહેંચણી પ્રક્રિયા પણ અંતિમ તબક્કામાં છે. મતદારોના ઘર સુધી સ્લીપ પહોંચાડવાની પ્રક્રિયા 90 ટકા પૂર્ણ થઈ ગઈ છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 29, 2022 6:39 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.