ASSEMBLY ELECTIONS 2023: પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર, મિઝોરમમાં 7 નવેમ્બર મતદાન થશે, 3 ડિસેમ્બરે તમામ રાજ્યોની મત ગણતરી | Moneycontrol Gujarati
Get App

ASSEMBLY ELECTIONS 2023: પાંચ રાજ્યોની ચૂંટણી જાહેર, મિઝોરમમાં 7 નવેમ્બર મતદાન થશે, 3 ડિસેમ્બરે તમામ રાજ્યોની મત ગણતરી

ASSEMBLY ELECTIONS 2023: ભારતીય ચૂંટણી પંચે પાંચ રાજ્યોનો ચૂંટણ કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમમાં ચૂંટણી યોજાશે. આ દરેક વિધાનસભાઓનો કાર્યકાળ ડિસેમ્બર 2023થી લઇને જાન્યુઆરી 2024 સુધીમાં સમાપ્ત થઈ રહ્યો છે.

અપડેટેડ 12:52:02 PM Oct 09, 2023 પર
Story continues below Advertisement
ASSEMBLY ELECTIONS 2023: ભારતીય ચૂંટણી પંચે પાંચ રાજ્યોનો ચૂંટણ કાર્યક્રમ જાહેર કર્યો છે.

ASSEMBLY ELECTIONS IN 5 STATES: રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ, અને મિઝોરમ માટે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી પંચે બપોરે પ્રેસ કોન્ફરન્સમાં 12 વાગ્યે મીડિયાને સંબોધન કરવાનું શરૂ કર્યું હતું.

કયા રાજ્યમાં ક્યારે યોજાશે ચૂંટણી?

  • મિઝોરમમાં 7 નવેમ્બરે મતદાન થશે

  • છત્તીસગઢમાં 7 અને 17 નવેમ્બરે બે તબક્કામાં મતદાન
  • મધ્યપ્રદેશમાં 7 નવેમ્બરે ચૂંટણી મતદાન
  • રાજસ્થાનમાં 23 નવેમ્બરે ચૂંટણી મતદાન
  • તેલંગાણામાં 30 નવેમ્બરે મતદાન થશે
  • તમામ રાજ્યોમાં મત ગણતરી 3 ડિસેમ્બરે થશે
  • 5 ડિસેમ્બરે તમામ 5 રાજ્યોમાં ચૂંટણી પ્રક્રિયા તમામ રીતે પૂરી થઈ જશે.

    છત્તીસગઢમાં નક્સલ પ્રભાવિત વિસ્તારોનાં કારણે બે તબક્કામાં મતદાન કરાવવામાં આવશે. બાકીનાં તમામ 4 રાજ્યોમાં એક જ તબક્કામાં મતદાન થશે.

    CEC રાજીવ કુમારે જણાવ્યું હતું કે, 17 ઓક્ટોબરથી મતદાર યાદી જાહેર કરવામાં આવશે. આ 5 રાજ્યોમાં 1.77 લાખ પોલિંગ બૂથ બનાવવામાં આવશે. મતદાન મથક 2 કિલોમીટરથી દૂર નહીં હોય. 17 ઓક્ટોબરથી 30 નવેમ્બર સુધી કોઈપણ વ્યક્તિ મતદાર યાદી સંબંધિત કોઈપણ ફેરફાર કરી શકે છે. મતદાર યાદી સંબંધિત ફેરફારો આ ફેરફાર વેબસાઈટ દ્વારા પણ કરી શકાશે.

    મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે (ELECTION COMMISSIONER RAJIV KUMAR) જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે તમામ 5 રાજ્યોની મુલાકાત લીધી હતી અને તમામ રાજ્યોના રાજકીય પક્ષો સાથે બેઠકો કરી હતી. અમે રાજકીય પક્ષોના નેતાઓને પણ મળ્યા હતા અને તેમના સૂચનો અને પ્રતિભાવો પણ લીધા હતા. આ સિવાય સરકારી એજન્સીઓ અને રાજ્ય સરકારો સાથે બેઠક યોજાઈ હતી.

    રાજસ્થાનમાં આ વખતે PM vs CM?

    રાજસ્થાનમાં પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચે સીધી સ્પર્ધાની સ્થિતિ સર્જાઈ છે. જે અગાઉની 2013 અને 2018ની વિધાનસભા ચૂંટણીઓથી આ ચૂંટણીને ખાસ્સી અલગ બનાવે છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તે ચૂંટણીઓમાં નેતૃત્વ કર્યું હતું, પરંતુ આ વખતે અશોક ગેહલોત પોતે ફ્રન્ટ ફૂટ પર રહ્યા છે. બીજો તફાવત એ છે કે 2013 અને 2018ની ચૂંટણીને વસુંધરા વિરુદ્ધ ગેહલોતની હરીફાઈ તરીકે રજૂ કરવામાં આવી હતી, જોકે, આ વખતે રાજે ચિત્રમાં નથી. તેથી સ્પષ્ટ છે કે આ વખતે મુકાબલો મોદી અને ગેહલોતનો હશે. અગાઉ કોંગ્રેસના રાજસ્થાન પ્રભારી સુખવિંદર રંધાવાએ કહ્યું કે અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે કોઈ મતભેદ નથી. અમને જીતને લઈને ઘણો વિશ્વાસ છે.

    આ પણ વાંચો - Business Idea: માત્ર 10,000થી શરૂ કરો ટોપના આ 5 બિઝનેસ, થોડા જ સમયમાં બની જશો અમીર

    MoneyControl News

    MoneyControl News

    First Published: Oct 09, 2023 12:52 PM

    પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.