ફારુક અબ્દુલ્લાનું NCના અધ્યક્ષ પદેથી રાજીનામું, નહીં લડે ચૂંટણી! - farooq abdullah has stepped down as the president of the national conference few days back jammu and kashmir polls | Moneycontrol Gujarati
Get App

ફારુક અબ્દુલ્લાનું NCના અધ્યક્ષ પદેથી રાજીનામું, નહીં લડે ચૂંટણી!

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરતા કહ્યું કે હવે નવી જનરેશનને જવાબદારી સોંપવાનો સમય આવી ગયો છે.

અપડેટેડ 05:36:33 PM Nov 18, 2022 પર
Story continues below Advertisement

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમનું રાજીનામું જમ્મુ કાશ્મીરમાં સંભવિત આગામી ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આવ્યું છે. નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરતા અબ્દુલ્લાએ શુક્રવારે કહ્યું હતું કે નવી પેઢીને જવાબદારી સોંપવાનો સમય આવી ગયો છે.

માર્ગદર્શકની રહેશે ભૂમિકા
આ સાથે તેણે હવે પછી ચૂંટણી નહીં લડવાની પણ જાહેરાત કરી છે. એવી વ્યાપક અટકળો છે કે 85 વર્ષીય અબ્દુલ્લા પક્ષના સંરક્ષકની ભૂમિકા ભજવશે. જ્યારે તેમના પુત્ર અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા હવે પાર્ટીના નવા પ્રમુખ બની શકે છે.

હવે ચૂંટણી નહીં લડે
અબ્દુલ્લાએ સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું, “હું હવે અધ્યક્ષ પદ માટે ચૂંટણી નહીં લડું. આ પદ માટે 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. હવે સમય આવી ગયો છે કે નવી પેઢી આ જવાબદારી નિભાવે.

લોકસભાના સભ્ય અબ્દુલ્લાએ કહ્યું, “પક્ષનો કોઈપણ સભ્ય આ પદ માટે ચૂંટણી લડી શકે છે. આ એક લોકતાંત્રિક પ્રોસેસ છે.

આ પણ વાંચો - 30 નવેમ્બર સુધી આ ખેડૂતોને મળશે 2,000 રૂપિયા, જાણો કેવી રીતે લેશો લાભ


ફારુક અબ્લુલ્લાની સફર
આપને જણાવી દઈએ કે ફારુક અબ્દુલ્લા 1983માં પહેલીવાર નેશનલ કોન્ફરન્સ (NC)ના અધ્યક્ષ બન્યા હતા. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડૉ. ફારૂક અબ્દુલ્લા સાહેબે તેમના સાથીદારોને JKNC પ્રમુખ પદ છોડવાના નિર્ણય વિશે જાણ કરી છે. પક્ષના વરિષ્ઠ સાથીદારોના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, ડૉક્ટર સાહેબ મક્કમ હતા કે તેઓ તેમના નિર્ણયની સમીક્ષા કરશે નહીં.

ક્યારે યોજાઇ શકે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી?
તમને માહિતી માટે જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીની તારીખો હજુ ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવી નથી, પરંતુ એવા પૂરતા સંકેતો છે કે ચૂંટણી આવતા વર્ષની શરૂઆતમાં યોજાઈ શકે છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 18, 2022 2:43 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.