“મારી કોઈ ઓકાત નથી..” મધુસૂદન મિસ્ત્રીના કથિત નિવેદન પર PM મોદીના પ્રહાર - gujarat elections 2022 i have no aukaat pm modi hits back to congress on madhusudan mistry statement | Moneycontrol Gujarati
Get App

“મારી કોઈ ઓકાત નથી..” મધુસૂદન મિસ્ત્રીના કથિત નિવેદન પર PM મોદીના પ્રહાર

પીએમ મોદીએ કહ્યું, "તેઓ (મધુસૂદન મિસ્ત્રી) ઓકાત વિશે વાત કરી રહ્યાં છે. તેઓ કહે કહે છે ઓકાત બતાવી દઇશું હું કહું છું કે મારી કોઈ ઓકાત નથી. અમારી ઓકાત માત્ર સેવા કરવાની છે. તે રાજવી પરિવારમાંથી છે. અને અમે નોકર છીએ."

અપડેટેડ 09:27:47 AM Nov 23, 2022 પર
Story continues below Advertisement

GUJARAT ELECTIONS 2022: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ગુજરાતના સુરેન્દ્રનગરમાં જાહેર સભામાં હાજરી આપી હતી. તેમણે ત્યાં હાજર લોકોને સંબોધિત પણ કર્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ નેતા મધુસૂદન મિસ્ત્રીના વિવાદાસ્પદ નિવેદન પર પલટવાર કર્યો કે, તેઓ મને મારી ઓકાત બતાવવાની વાતો કરે છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ કહે છે કે તે મોદીની ઓકાત બતાવશે. પીએમ મોદીએ કહ્યું કે હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું, હું જનસેવક છું, મારી પાસે પહેલાથી જ કોઈ ઓકાત નથી.

કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા પીએમ મોદીએ કહ્યું, "તેઓ (કોંગ્રેસ અને મધુસૂદન મિસ્ત્રી) તેમના ઓકાત વિશે વાત કરે છે. તેઓ કહે છે કે તેઓ ઓકાત બતાવશે. હું કહું છું કે મારી પાસે કોઈ ઓકાત જ નથી. અમારી ઓકાત માત્ર સેવા કરવાની છે. તેઓ રાજવી પરિવારમાંથી અને અમે નોકર છીએ."

મધુસૂદન મિસ્ત્રીના નિવેદન પર પલટવાર કરતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ ઘમંડની ભાષા બોલે છે. અમારું કામ ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવાનું છે. ગુજરાતમાં 24 કલાક દરેક ઘરમાં વીજળી પહોંચાડવી મુશ્કેલ કામ છે. પરંતુ હું સખત મહેનત કરું છું અને કામ કરીને બતાવું છું.

પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે સાઈકલ બનતી ન હતી, આજે ગુજરાતમાં પ્લેન બની રહ્યા છે. પીએમ મોદીએ યુવાનોને સંબોધતા કહ્યું કે 25 વર્ષના સુવર્ણ સમયગાળા માટે પાંચ વર્ષ ખૂબ જ મહત્વપૂર્ણ છે. યુવાનોનું ભવિષ્ય આના પર નિર્ભર રહેશે. તમારું ભવિષ્ય બનાવવામાં માત્ર ભાજપ જ ભૂમિકા ભજવી શકે છે.

મધુસૂદન મિસ્ત્રીએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે અમારી સૂરસાગર ડેરી સુખસાગર ડેરી બની ગઈ છે. મીઠું બનાવવામાં આપણું સુરેન્દ્રનગર મોખરે છે. ભારતમાં 80 ટકા મીઠું ગુજરાતમાં બને છે અને તે લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે. તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા મધુસૂદન મિસ્ત્રીએ તાજેતરમાં કથિત રીતે કહ્યું હતું કે તેઓ ગુજરાત ચૂંટણીમાં પીએમ મોદીને પોતાની ઓકાત બતાવશે.


આ નિવેદન પર પલટવાર કરતા પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. અગાઉ, 2017ની વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના “નીચ”ના વિવાદાસ્પદ નિવેદન પર પણ ભાજપ તરફથી તીવ્ર પ્રતિક્રિયા આવી હતી અને PM મોદીએ પ્રચારના બીજા તબક્કામાં ચૂંટણીનો માર્ગ બદલી નાખ્યો હતો.

આ પણ વાંચો - ગુજરાતમાં પાંચ વર્ષ પછી સૌથી મોટો લોકશાહીનો પર્વ, નેતાઓની સાથે મતદારોમાં પણ ઉત્સાહ આસમાને

આગામી ડિસેમ્બર મહિનામાં ગુજરાતમાં કુલ 182 બેઠકો પર મતદાન થશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન છે. જ્યારે બીજા તબક્કામાં રાજ્યની 93 બેઠકો માટે 5 ડિસેમ્બરે મતદાન છે. હિમાચલ પ્રદેશની સાથે ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8મી ડિસેમ્બરે આવશે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 22, 2022 10:45 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.