ગુજરાતમાં ભાજપ સતત 7મી વખત સરકાર બનાવે તેવી શક્યતા, હિમાચલમાં કાંટે કી ટક્કર, એગ્ઝિટ પોલના રાજકીય
જો એગ્ઝિટ પોલ પર વિશ્વાસ કરવામાં આવે તો ગુજરાતમાં ફરી એકવાર ભાજપ પ્રચંડ બહુમતી સાથે સત્તામાં આવી શકે છે. બીજી તરફ હિમાચલમાં ગાઢ હરીફાઈ થવાની સંભાવના છે.
Gujarat and Himachal Pradesh Exit Poll Results Live Updates: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ના પરિણામો માટે 8ડિસેમ્બરની રાહ જોવાઇ રહી છે. પરંતુ એગ્ઝિટ પોલમાં આ રાજ્યોમાં રાજકીય સમીકરણો બદલાઈ ગયાનો સંકેત આપવામાં આવ્યો છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે અલગ-અલગ એગ્ઝિટ પોલ (Exit Polls Results 2022) આવી ગયા છે. આપને જણાવી દઇએ કે અંતિમ પરિણામ નથી. હિમાચલ અને ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીની મતગણતરી 8ડિસેમ્બરે થશે. ત્યાર બાદ જ અંતિમ પરિણામ બહાર આવશે.
કેટલાક એગ્ઝિટ પોલ્સએ સોમવારે આગાહી કરી હતી કે ભારતીય જનતા પાર્ટી (BJP) ગુજરાતમાં ફરી એકવાર સરકાર બનાવી શકે છે. જ્યારે હિમાચલ પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર થવાની સંભાવના છે. તમામ સર્વે કહે છે કે ગુજરાતમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી શકે છે. તે જ સમયેઘણા એગ્ઝિટ પોલમાં ભાજપને હિમાચલ પ્રદેશમાં વધુ એક વખત બઢત બતાવવામાં આવી છે. કેટલાક સર્વેમાં હિમાચલમાં કોંગ્રેસ માટે બઢતની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં કોને કેટલી બેઠકો મળવાની શક્યતા?
એગ્ઝિટ પોલ પ્રમાણે ગુજરાતમાં ભાજપનો ગઢ સમયની સાથે મજબૂત થઈ રહ્યો છે. “ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયા”ના એગ્ઝિટ પોલ જણાવે છે કે ગુજરાતમાં ભાજપને 129થી 151બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 16થી 30બેઠકો મળવાની ધારણા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી (AAP)ને 9-11બેઠકો મળી શકે છે.
“એબીપી-સી-વોટર”ના સર્વે મુજબ ગુજરાતમાં સત્તાધારી ભગવા પાર્ટીને 128થી 140બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 31થી 43બેઠકોથી સંતોષ માનવો પડી શકે છે. સાથે જ AAPને ત્રણથી 11સીટો મળી શકે છે.
“ન્યૂઝ એક્સ-જન કી બાત”ના એગ્ઝિટ પોલમાં આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં ભાજપને 117થી 140બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 34થી 51બેઠકો મળી શકે છે. AAPને 6-13બેઠકો મળવાની આશા છે.
“રિપબ્લિક ટીવી-પીમાર્ક”ના એગ્ઝિટ પોલ અનુસાર ગુજરાતમાં ભાજપને 128થી 148બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 30થી 42બેઠકો મળવાની ધારણા છે. આમ આદમી પાર્ટીને 2-10સીટો મળી શકે છે. TV9ગુજરાતીએ ભાજપને 125-130બેઠકો, કોંગ્રેસ-NCPને 40-50બેઠકો અને AAPને ત્રણથી પાંચ બેઠકોની આગાહી કરી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં સોમવારે 93બેઠકો માટે મતદાન થયું હતું. અગાઉ 1ડિસેમ્બરે 89બેઠકો પર મતદાન થયું હતું.
હિમાચલમાં “કાંટે કી ટક્કર”
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પછીના એગ્ઝિટ પોલમાં કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર થવાની આગાહી કરવામાં આવી છે. જો કે, કેટલાક સર્વેક્ષણો સૂચવે છે કે ભાજપને બઢત મળી શકે છે.
“ઈન્ડિયા ટુડે - એક્સિસ માય ઈન્ડિયા”ના એગ્ઝિટ પોલમાં કોંગ્રેસની સરકાર બનવાની આગાહી કરવામાં આવી છે. આ હિસાબે કોંગ્રેસને 44ટકા મતો સાથે 30થી 40બેઠકો મળી શકે છે જ્યારે સત્તાધારી ભાજપને 42ટકા મતો સાથે 24થી 34બેઠકો મળી શકે છે.
“ન્યૂઝ 24-ટુડેઝ ચાણક્ય”ના સર્વેમાં કહેવામાં આવ્યું છે કે હિમાચલ પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસને 33-33સીટો મળી શકે છે. “ઇન્ડિયા ટીવી-મેટ્રિક્સ” દ્વારા કરવામાં આવેલા પોસ્ટ પોલ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે હિમાચલ પ્રદેશમાં બીજેપીને 35થી 40સીટો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 26થી 31સીટો મળ્યા બાદ ફરી એકવાર વિપક્ષમાં રહેવું પડી શકે છે.
“ન્યૂઝ એક્સ-જન કી બાત”ના એગ્ઝિટ પોલમાં પણ હિમાચલ પ્રદેશમાં ભાજપ માટે લીડની આગાહી કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપને 32થી 40બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 27થી 34બેઠકો મળવાની આગાહી કરવામાં આવી છે.
“રિપબ્લિક ટીવી-પીમાર્ક” સર્વેમાં આગાહી કરવામાં આવી છે કે હિમાચલ પ્રદેશમાં ભાજપને 34થી 39બેઠકો મળી શકે છે, જ્યારે કોંગ્રેસને 28થી 33બેઠકો મળી શકે છે. “ઝી ન્યૂઝ-બાર્ક” અનુસાર, હિમાચલ પ્રદેશમાં ભાજપ 35-40સીટો જીતી શકે છે, જ્યારે કોંગ્રેસને 20-25સીટો જીતવાની આશા છે.
હિમાચલ પ્રદેશની 68 સભ્યોની વિધાનસભા માટે 12 નવેમ્બરે મતદાન થયું હતું. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણીઓ માટે પણ, મોટાભાગના એગ્ઝિટ પોલમાં AAP માટે જંગી જીતની આગાહી કરવામાં આવી છે, જેમાં બીજેપી બીજા અને કોંગ્રેસ ત્રીજા સ્થાને રહેવાની સંભાવના છે.