એગ્ઝિટ પોલ શું છે?
એગ્ઝિટ પોલ એ ચૂંટણીના પરિણામો પહેલા એક પ્રકારનું અનુમાન છે, જેમાં સર્વે દ્વારા મતદારોનો અભિપ્રાય લેવામાં આવે છે. ન્યૂઝ ચેનલો, અખબારો અને વેબસાઈટની સાથે ઘણી સર્વે એજન્સીઓ ચૂંટણી દરમિયાન લોકોનો અભિપ્રાય જાણે છે. આ અભિપ્રાયને ધ્યાનમાં રાખીને, એગ્ઝિટ પોલ્સ આગાહી કરે છે કે કયા રાજ્યમાં કયો પક્ષ જીતશે અને કોને કેટલા મત અથવા વોટ શેર મળી શકે છે.
જો કે, એગ્ઝિટ પોલ કેટલો સચોટ નીકળે છે તે મોટાભાગે તેના નમૂનાના સાઇઝ પર આધાર રાખે છે. એગ્ઝિટ પોલ એ સંકેત આપે છે કે ચૂંટણીમાં પવન કઈ રીતે ફૂંકાઈ રહ્યો છે. આ સાથે મતદારોને પ્રભાવિત કરનારા મુદ્દાઓ અને વ્યક્તિત્વ વિશે પણ જાણવા મળે છે.