મૈનપુરીમાં ખરાખરીનો મુકાબલો, ભાજપે ડિમ્પલ સામે રઘુરાજસિંહ શાક્યને ઉતાર્યા મેદાને - in mainpuri the real fight bjp has fielded shivpal close ally raghuraj shakya against dimple | Moneycontrol Gujarati
Get App

મૈનપુરીમાં ખરાખરીનો મુકાબલો, ભાજપે ડિમ્પલ સામે રઘુરાજસિંહ શાક્યને ઉતાર્યા મેદાને

Mainpuri Bypoll:યુપી ઉપરાંત, રાજસ્થાન, બિહાર અને છત્તીસગઢની ઘણી વિધાનસભા બેઠકો પર યોજાનારી પેટાચૂંટણી માટે ભાજપે તેના ઉમેદવારોના નામ પણ નક્કી કર્યા છે.

અપડેટેડ 11:40:10 AM Nov 16, 2022 પર
Story continues below Advertisement

Mainpuri Bypoll: ભારતીય જનતા પાર્ટી (BJP)એ ઉત્તરપ્રદેશની મૈનપુરી સીટ પર લોકસભા પેટાચૂંટણીમાં સમાજવાદી પાર્ટી (SP)ના ડિમ્પલ યાદવ સામે ભૂતપૂર્વ સાંસદ રઘુરાજ સિંહ શાક્યને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. શાક્ય એક સમયે શિવપાલ યાદવના નજીકના ગણાતા હતા.

જો કે, તેઓ આ વર્ષે પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. શાક્ય પહેલા સમાજવાદી પાર્ટીમાં હતા, પરંતુ બાદમાં શિવપાલ યાદવ સાથે જોડાયા જ્યારે તેમણે સપાથી અલગ થઈને પોતાની પાર્ટી બનાવી હતી.

આ પણ વાંચો- કોણ હશે Kotak Mahindra bankનો આગામી CEO, જાણો સંપૂર્ણ વિગત

 

આ બેઠકો પર પણ યોજાશે પેટાચૂંટણી


મૈનપુરી લોકસભા સીટ ઉપરાંત, ભાજપે યુપી, રાજસ્થાન, બિહાર અને છત્તીસગઢની અન્ય પાંચ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે પણ ઉમેદવારોની જાહેરાત કરી છે. ભાજપના કેન્દ્રીય કાર્યાલયે મંગળવારે આ યાદી જાહેર કરી હતી. એક નિવેદન અનુસાર, રઘુરાજસિંહ શાક્યને મૈનપુરી લોકસભા સીટથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

આ સિવાય ઉત્તર પ્રદેશની ખતૌલી વિધાનસભા સીટથી રાજકુમારી સૈની અને રામપુરથી આકાશ સક્સેના, રાજસ્થાનની સરદારશહેર સીટથી અશોક કુમાર પિંચા, બિહારની કુર્હાની સીટથી કેદાર પ્રસાદ ગુપ્તા અને છત્તીસગઢની ભાનુપ્રતાપપુર સીટથી બ્રહ્માનંદ નેતામને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. .

મૈનપુરી પર સૌની નજર

ભડકાઉ ભાષણ કેસમાં કોર્ટે સપાના નેતા આઝમ ખાનને સજા ફટકાર્યા બાદ, તાજેતરમાં જ તેમની વિધાનસભાની સદસ્યતા રદ થવાને કારણે યુપીની રામપુર વિધાનસભા બેઠક ખાલી પડી હતી. આ બેઠકો માટે 5મી ડિસેમ્બરે મતદાન થશે. અને 8મી ડિસેમ્બરે મતગણતરી થશે. ત્યારે આખા દેશની નજર મૈનપુરી લોકસભા સીટ પર છે, જ્યાંથી અખિલેશ યાદવની પત્ની તેના સસરા મુલાયમ સિંહ યાદવની સીટ પર ચૂંટણી લડી રહી છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 15, 2022 6:36 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.