Karnataka Polls: કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં PFI સાથે બજરંગ દળની કરી સરખામણી, 200 યુનિટ ફ્રી વીજળી અને મહિલાઓને 2000 આપવાનું વચન
કર્ણાટક ચૂંટણી 2023: ઘોષણાપત્રમાં, કોંગ્રેસે બજરંગ દળની તુલના પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે કરી અને કહ્યું કે જો તેમને સત્તા સંભાળવાની તક મળશે, તો તેઓ આવા નફરત ફેલાવનારા સંગઠનો પર પ્રતિબંધ મૂકશે. આ સિવાય કોંગ્રેસે કહ્યું કે કર્ણાટકમાં સત્તા પર આવશે તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવશે નહીં. રાજ્ય સરકાર તેની શિક્ષણ નીતિ બનાવશે
આ સિવાય કોંગ્રેસે કહ્યું કે કર્ણાટકમાં સત્તા પર આવશે તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવશે નહીં. રાજ્ય સરકાર તેની શિક્ષણ નીતિ બનાવશે
Karnataka Elections 2023: કોંગ્રેસે મંગળવારે કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે પોતાનો ઢંઢેરો બહાર પાડ્યો, જેને 'સર્વ જનગદા શાંતિ તોતા' નામ આપવામાં આવ્યું છે. કોંગ્રેસે તેના ઢંઢેરામાં જાહેરાત કરી છે કે તેમની સરકાર 200 યુનિટ ફ્રી વીજળી આપશે. તેમજ પરિવારની દરેક મહિલા વડાને દર મહિને 2,000 રૂપિયા આપવામાં આવશે. બેરોજગાર સ્નાતકોને દર મહિને રૂપિયા 3,000 અને 2 વર્ષ માટે બેરોજગાર ડિપ્લોમા ધારકોને દર મહિને રૂપિયા 1,500 આપવામાં આવશે. આ સિવાય તમામ મહિલાઓ માટે નિયમિત KSRTC/BMTC બસોમાં મુસાફરી ફ્રી કરવામાં આવશે.
મેનિફેસ્ટોમાં, કોંગ્રેસે બજરંગ દળની તુલના પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) સાથે કરી હતી અને કહ્યું હતું કે જો સત્તા પર રહેવાની તક આપવામાં આવશે, તો તેઓ આવા નફરત ફેલાવનારા સંગઠનો પર પ્રતિબંધ મૂકશે. આ સિવાય કોંગ્રેસે કહ્યું કે કર્ણાટકમાં સત્તા પર આવશે તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરવામાં આવશે નહીં. રાજ્ય સરકાર પોતાની શિક્ષણ નીતિ બનાવશે. તેમણે કહ્યું કે પાઠ્યપુસ્તકોમાં ભાજપ દ્વારા કરવામાં આવેલ 'ટેમ્પરિંગ' સુધારવામાં આવશે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું કે PFI પર પહેલાથી જ પ્રતિબંધ છે. સિદ્ધારમૈયા સરકારે પીએફઆઈના કેસ પાછા લીધા તેથી તેઓ કહી રહ્યા છે કે તેઓ મુસ્લિમોને ખુશ કરવા બજરંગ દળ પર પ્રતિબંધ મૂકશે. કોંગ્રેસ કહી રહી છે કે પીએફઆઈ એમ ન કહી શકે કે અમે બદલો લઈશું. કોંગ્રેસનો મેનિફેસ્ટો પીએફઆઈ અને કટ્ટરપંથી મુસ્લિમ સંગઠનોના મેનિફેસ્ટોને મળતો આવે છે.
ગુજરાતીમાં 'સર્વ જનાંગદા શાંતિ તોતા'નો અર્થ 'બધા લોકો માટે શાંતિનો બગીચો' છે. કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે 10 મેના રોજ મતદાન થશે અને મતગણતરી 13 મેના રોજ થશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ કર્ણાટક એકમના પ્રમુખ ડીકે શિવકુમાર અને કોંગ્રેસ વિધાનમંડળ પક્ષના નેતા સિદ્ધારમૈયા અને પક્ષના અન્ય નેતાઓની હાજરીમાં મેનિફેસ્ટો બહાર પાડ્યો, જેમાં ગૃહ જ્યોતિ, ગૃહ લક્ષ્મી, અન્ના ભાગ્ય, યુવા નિધિ અને શક્તિની પાંચ ગેરંટીનો પુનરોચ્ચાર કર્યો.
મેનિફેસ્ટોના અન્ય હાઇલાઇટ્સ
મેનિફેસ્ટો અનુસાર, ગૃહ જ્યોતિ હેઠળ 200 યુનિટ ફ્રી વીજળી આપવાનું વચન આપવામાં આવ્યું છે. જ્યારે ગૃહ લક્ષ્મીમાં પરિવારના વડાને બે હજાર રૂપિયા અને અન્ન ભાગ્યમાં 10 કિલો અનાજ આપવાનું વચન આપવામાં આવ્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યમાં સરકારની રચનાના પહેલા જ દિવસે ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચનોને અમલમાં મૂકવાની ખાતરી આપી હતી.
ચૂંટણી ઢંઢેરામાં પાંચ ગેરંટીનો ઉલ્લેખ કરતા ખડગેએ કહ્યું કે, "હું છઠ્ઠી ગેરંટી આપું છું કે સરકારની રચનાના પહેલા દિવસે, પ્રથમ કેબિનેટ બેઠકમાં તમામ વચનો લાગુ કરવામાં આવશે."
મેનિફેસ્ટો જણાવે છે કે શક્તિ યોજના હેઠળ, તમામ મહિલાઓને સમગ્ર રાજ્યમાં KSRTC/BMTC બસોમાં ફ્રી મુસાફરીની સુવિધા આપવામાં આવશે.
પાર્ટીએ કહ્યું કે રાજ્યમાં ભાજપ દ્વારા પસાર કરવામાં આવેલા "તમામ અન્યાયી કાયદા" અને "અન્ય જનવિરોધી કાયદાઓ" સત્તામાં આવ્યાના એક વર્ષની અંદર રદ કરવામાં આવશે.