Gujarat Election 2022 UPDATE: ગુજરાત ચૂંટણીને લઇ જાણો તમામ નાની મોટી અપડેટ - know all the big and small updates about the gujarat elections | Moneycontrol Gujarati
Get App

Gujarat Election 2022 UPDATE: ગુજરાત ચૂંટણીને લઇ જાણો તમામ નાની મોટી અપડેટ

ગુજરાત ચૂંટણીને લઇ તમામ નાની મોટી અપડેટથી હંમેશા રહો અવગત.. આ ચૂંટણી દરેક માટે ખાસ છે, આગામી 5 વર્ષ સુધી કોણ કરવા જઇ રહ્યું છે રાજ અને ચૂંટણીના માહોલમાં રાજનેતાઓ કેવી રમે છે રાજ રમત, તે દરેક વિશે નાનામાં નાની અપડેટ માટે વાંચો ગુજરાતી મનીકંટ્રોલ

અપડેટેડ 09:20:04 AM Nov 24, 2022 પર
Story continues below Advertisement

GUJARAT ELECTIONS 2022: 

વડોદરા: શહેર જિલ્લા વિધાનસભાની 10 બેઠકો માટે વડાપ્રધાન ની આજે જાહેર સભા
વડાપ્રધાન હેલિકોપ્ટર મારફતે સીધા સભા સ્થળે ઉતરશે, સભામાં જંગી જનમેદની એકત્ર કરવા ટાર્ગેટ અપાયા છે, સભા મંડપમાં વિધાનસભા દીઠ 10 સેક્ટર બનાવાયા, આજે સભામાં વડાપ્રધાન મોદી બળવાખોરોને જડબાતોડ આપશે જવાબ, સાધુ સંતો સહિત 50 હજારથી વધુ લોકો રહેશે ઉપસ્થિત

ભાવનગર ખાતે પણ આજે વડાપ્રધાનની યોજાશે સભા
શહેરના ચિત્રા વિસ્તારમાં સાંજના સમયે યોજાશે વડાપ્રધાનની જંગી જાહેરસભા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ અને ભાવનગર પશ્ચિમના ઉમેદવારોના સમર્થનમાં વડાપ્રધાનની યોજાશે સભા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 દિવસમાં બીજી વખત આવી રહ્યા છે ભાવનગરની મુલાકાતે..

ભાજપ ઉમેદવાર કૌશિક જૈન વિરુદ્ધ ફરિયાદ
ભાજપના ઉમેદવારના વાયરલ વીડિયોને લઈને રાજકારણ ગરમાયું છે. દરિયાપુર બેઠકના ભાજપના ઉમેદવાર કૌશિક જૈન અસમાજિક તત્ત્વો સાથે બેઠક કરતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોને લઈને દરિયાપુરના કોંગ્રેસ ઉમેદવાર ગ્યાસુદીન શેખે ચૂંટણીપંચને ફરિયાદ કરી છે. ભાજપના ઉમેદવાર મતદારોને ધાકધમકી આપતા હોય તેવો આક્ષેપ ગ્યાસુદીન શેખે કર્યો છે. તેમણે ચૂંટણીપંચ સમક્ષ લેખિત ફરિયાદ કરી છે. જેમાં તટસ્થ DCPની નિમણુંક કરી અસામાજીક તત્વોની પ્રવૃત્તિ બંધ કરવા ગ્યાસુદ્દીને માગ કરી છે.

ડેડીયાપાડામાં 500થી વધુ લોકો AAPમાં જોડાયા
નર્મદાના ડેડીયાપાડામાં 500થી વધુ લોકો AAPમાં જોડાયા. પાંચપચેરી ગામે 500થી વધુ લોકો AAPમાં જોડાયા. AAPના સાંસદ સંજયસિંહની હાજરીમાં 500 લોકો AAPમાં જોડાયા છે. સાંસદ સંજયસિંહે પરિવારવાદને લઇને ભાજપ-કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.


ચાણસ્મા કોંગ્રેસના બે કદાવર નેતાઓ ભાજપમાં જોડાયા
ચાણસ્મા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યુ છે. કોંગ્રેસના બે કદાવર નેતાઓ ભાજપમાં જોડાયા છે. ચેહૂજી ઠાકોર અને કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ એ.જે.પટેલ ભાજપમાં જોડાયા છે. જે.પી.નડ્ડાની હાજરીમાં તેઓ કમલમ ખાતે જોડાયા હતા. ભાજપમાં બંને નેતાઓ સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ ભાજપમાં જોડાયા છે. ચેહૂજી ઠાકોરને ચાણસ્મા બેઠક પર ટિકિટ ન મળતા પક્ષપલટો કર્યો હતો.

જમાલપુર ખાડિયા ભાજપના ઉમેદવારના સમર્થકોને મતદારે રોકડું પરખાવ્યું
પ્રચાર રાઉન્ડ માટે આવવા માટે સ્પષ્ટ ના પાડી, વિસ્તારમાં ભાજપે કોઈ વિકાસના કામો કર્યા નથી:મતદાર, પ્રચાર માટે આવશો તો જુત્તાનો હાર પહેરાવીને ઉગ્ર વિરોધ થશે, ભૂષણ ભટ્ટ સામે ખાડિયાના મતદારની નારાજગી આવી સામે

MoneyControl News

MoneyControl News

First Published: Nov 23, 2022 10:12 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.