કંઇ પણ બોલશો નેતાજી: પેટ્રોલ-ડીઝલ ૨૦૦ રૂપિયે ભલે થાય...કેજરીવાલને પાકિસ્તાન-અફઘાન મોકલી દો - leaders are making bold statements and getting peoples applause | Moneycontrol Gujarati
Get App

કંઇ પણ બોલશો નેતાજી: પેટ્રોલ-ડીઝલ ૨૦૦ રૂપિયે ભલે થાય...કેજરીવાલને પાકિસ્તાન-અફઘાન મોકલી દો

વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો ટેમ્પો બરાબર જામી રહ્યો છે અને શિયાળાની કડકડતી ઠંડીમાં ઉમેદવારો પરસેવો પાડી રહ્યા છે. નેતાઓ બેબાક નિવેદનો કરી રહ્યા છે

અપડેટેડ 09:20:04 AM Nov 24, 2022 પર
Story continues below Advertisement

GUJARAT ELECTIONS 2022: વિધાનસભાની ચૂંટણીના પ્રચારનો ટેમ્પો બરાબર જામી રહ્યો છે અને શિયાળાની કડકડતી ઠંડીમાં ઉમેદવારો પરસેવો પાડી રહ્યા છે. નેતાઓ બેબાક નિવેદનો કરી રહ્યા છે અને લોકોની વાહ વાહી મેળવી રહ્યા છે. ભાજપના દ્વારકાના ઉમેદવાર પભુભા માણેકે કહ્યું કે, પેટ્રોલ-ડીઝલ ૨૦૦ રૂપિયે ભલે થાય પણ આવક લાખોમાં થવી જોઈએ. ક્યાંય મોંઘવારી નથી આ તો ફૂગાવો છે.

કેજરીવાલને પાકિસ્તાન-અફઘાનિસ્તાન મોકલી દેવા જોઇએ
ભાજપના શહેરાના ઉમેદવાર જેઠા ભરવાડે તો વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલને પાકિસ્તાન કે અફઘાનિસ્તાન મોકલી દેવા જોઇએ. તેઓ દિલ્હીથી પહેરેલા કપડે આવ્યા છે પણ અહીંથી નગ્ન કરીને મોકલીશું.

આ પણ વાંચો - ગુજરાત ચૂંટણી પહેલા રોકડ જપ્તી ચાલુ, સુરતમાં ઇનોવા કારમાંથી રૂપિયા 75 લાખ ઝડપાયા

શંકર ચૌધરી આક્રમક અંદાજમાં,વિરોધીઓને ચેતવ્યા
ઉત્તર ગુજરાતની થરાદ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર શંકર ચૌધરી મેદાનમાં છે. તાજેતરમાં તેમણે એક સભામાં પોતાના વિરોધીઓને ગર્ભિત ધમકી આપી હતી. તેમણે કહ્યું હતું કે, કાર્યકરોને કોઈ રંઝાડવાનો પ્રયાસ કરે તો ચાલશે નહી. કોઈ કંઈ કરે તો મને કહેજો, સીધી રીતે ન માને તો તેણે તેની જ ભાષામાં વાત કહીશું. શંકર ચૌધરી આક્રમક અંદાજમાં જોવા મળ્યા અને વિરોધીઓને આડે હાથ લેતાં કહ્યું હતું કે, તેમની ભાષામાં જવાબ આપવાની પણ વ્યવસ્થા કરીશું.

નણંદ-ભાભી વચ્ચેની ચૂંટણી લડાઈ ચરમસીમાએ
જામનગર ઉત્તરમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે તો સામે કોંગ્રેસમાં રવિન્દ્ર જાડેજાના બહેન અને રિવાબાના નણંદ કોંગ્રેસની છાવણીમાં છે. અહીંયા નણંદ-ભાભી વચ્ચે રાજકીય લડાઈ જામી છે ત્યારે આજે નયનાબાએ રિવા બાને આયાતી ઉમેદવાર ગણાવ્યા હતા. તેઓ રાજકોટના મતદાર હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો અને જામનગરમાં મત માગવાનો અધિકાર નથી તેવું પણ કહ્યું હતું.


MoneyControl News

MoneyControl News

First Published: Nov 23, 2022 12:09 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.