સુરત પૂર્વ બેઠક પરથી AAPના ગુમ થયેલા ઉમેદવારે પાછી ખેંચી ઉમેદવારી, ભાજપ પર અપહરણનો આરોપ
Gujarat Elections 2022: જો કે ભાજપે આ આરોપને નકારી કાઢ્યો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, જરીવાલા અને તેમના પરિવારના સભ્યો મંગળવારથી ગાયબ છે.
Gujarat Elections 2022: ગુજરાતની સુરત પૂર્વ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર કંચન જરીવાલાએ બુધવારે પોતાનું નામાંકન પાછું ખેંચ્યું હતું. ત્યારબાદ AAPએ આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઈશારે જરીવાલાનો અપહરણ કરવામાં આવ્યું હતું અને તેમના પર નામાંકન પાછું ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
જો કે ભાજપે આ આરોપને નકારી કાઢ્યો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, જરીવાલા અને તેમના પરિવારના સભ્યો મંગળવારથી ગાયબ છે.
સિસોદિયાએ કહ્યું કે, ભાજપ ગુજરાતની ચૂંટણીમાં ખરાબ રીતે હારી રહી છે, અને તે નારાજ થઈને એટલા નીચા સ્તરે આવી ગઈ કે તેણે સુરત પૂર્વમાંથી અમારા ઉમેદવારનું અપહરણ કર્યું.
હારના ડરથી, ભાજપના ગુંડાઓએ સુરતના AAP ઉમેદવાર કંચન જરીવાલાને અપહરણ કર્યું, સાથે જ તેમણે કહ્યું કે, ભાજપે આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય અરવિંદ રાણાને મેદાનમાં ઉતાર્યા છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને મતગણતરી 8 ડિસેમ્બરે થશે.
તો આ તરફ AAPના ગુજરાતના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો હતો કે, શાસક પક્ષના દબાણ હેઠળ ઉમેદવારી પાછી ખેંચવા બુધવારે ભારે પોલીસ સુરક્ષા વચ્ચે જરીવાલા રિટર્નિંગ ઓફિસરની ઑફિસે પહોંચ્યા હતા. અને ભાજપના ગુંડાઓએ તેમને ઘેરી લીધા હતા.
તેમણે કહ્યું કે, જ્યારે મિડીયાએ જરીવાલાની પૂછપરછ કરી, તો તેમની આસપાસ હાજર લોકો, તરત જ તેમને ત્યાંથી લઈ ગયા હતા.
Watch how police and BJP goons together - dragged our Surat East candidate Kanchan Jariwala to the RO office, forcing him to withdraw his nomination
The term ‘free and fair election’ has become a joke! pic.twitter.com/CY32TrUZx8 — Raghav Chadha (@raghav_chadha) November 16, 2022
ઈટાલિયાએ આરોપ લગાવ્યો કે, જરીવાલા ગુમ થઈ ગયા હતા અને ભાજપના ગુંડાઓ દ્વારા તેમને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને ચૂંટણીથી દૂર રહેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
સિસોદિયાએ કહ્યું કે, "આ માત્ર અમારા ઉમેદવારનું નથી, પણ લોકશાહીનું અપહરણ છે. ગુજરાતની સ્થિતિ ખૂબ જ ખતરનાક છે. તેમણે ચૂંટણી પંચને આ મામલાની નોંધ લેવા વિનંતી કરી હતી.
જો કે, ભાજપના સુરત શહેરના પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ આ આરોપોને નકારી કાઢ્યા હતા. અને કહ્યું હતું કે, આમ કરવાને બદલે AAPએ પોતાના ઘર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
ઇટાલિયાએ જણાવ્યું હતું કે, AAP આ મામલે આગળની કાર્યવાહી અંગે કાયદાકીય નિષ્ણાતોની તેની ટીમની સલાહ લેશે.
AAPના ગુજરાત યુનિટના સહ-ઈન્ચાર્જ રાઘવ ચઢ્ઢાએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપના ગુંડાઓએ મંગળવારે જરીવાલાને તેમની ઉમેદવારી પાછી ખેંચવા માટે દબાણ કરવા માટે તેમનું અપહરણ કર્યું હતું. ચઢ્ઢાએ કહ્યું કે, પાર્ટીએ આ અંગે મુખ્ય ચૂંટણી અધિકારીને જાણ કરી છે અને આ મામલે લેખિત ફરિયાદ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, આ અંગે સ્થાનિક પોલીસ અને પ્રશાસનને પણ જાણ કરવામાં આવી છે.
પીટીઆઈ અનુસાર, સુરત પોલીસ કમિશનર અજય તોમરે જણાવ્યું કે, આ મામલો તેમના ધ્યાન પર આવ્યો છે. તો આ તરફ સિસોદિયા અને પાર્ટીના અન્ય નેતાઓએ કથિત અપહરણને લઈને ચૂંટણી પંચની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.