Bhavnagar: લગભગ બે અઠવાડિયાં પૂર્વે ગુજરાતની છ મહાનગરપાલિકામાં મેયરપદ ખાલી પડતાં નવા હોદ્દેદારોની વરણી કરાઈ હતી. જે પૈકી ગત 12 સપ્ટેમ્બરે ભાવનગર મહાનગરપાલિકામાં મેયરપદ માટે એક એવા નામની જાહેરાત કરાઈ, જેની ભાગ્યે જ કોઈને અપેક્ષા હશે.
Bhavnagar: લગભગ બે અઠવાડિયાં પૂર્વે ગુજરાતની છ મહાનગરપાલિકામાં મેયરપદ ખાલી પડતાં નવા હોદ્દેદારોની વરણી કરાઈ હતી. જે પૈકી ગત 12 સપ્ટેમ્બરે ભાવનગર મહાનગરપાલિકામાં મેયરપદ માટે એક એવા નામની જાહેરાત કરાઈ, જેની ભાગ્યે જ કોઈને અપેક્ષા હશે.
ભાવનગરના 61 વર્ષીય ભરતભાઈ બારડના નામની જાહેરાત થતાં ‘રાજકારણમાં સામાન્ય માણસ માટે તકનો અભાવ અને વગદારોનું વર્ચસ્વ હોવા’ જેવી માન્યતાઓને પડકારતું ઉદાહરણ જોવા મળ્યું હતું. ભાવનગરના તખ્તેશ્વર વોર્ડ નંબર સાતના નગરસેવક ભરતભાઈ બારડ એક ખૂબ જ સામાન્ય કુટુંબમાંથી આવે છે. તેમની શહેરના મેયરપદે થયેલી વરણીને લોકો ‘પ્રામાણિકતાનો બદલો’ અને ‘સુયોગ્ય’ ગણાવી રહ્યા છે. દસમા સુધી ભણેલા ભરતભાઈ બારડ પોતાનું ગુજરાન ચલાવવા માટે પાછલાં લગભગ 40 વર્ષથી શહેરના વડવા વૉશિંગઘાટ વિસ્તારના રસ્તે એક નાનકડી કેબિનમાં વેલ્ડિંગ કામ કરે છે. તેમનાં 82 વર્ષીય માતા ગજરાબહેન પણ ભાવનગરના શિવેશ્વર હનુમાન મંદિરે ફૂલો વેચે છે.
મીડિયા સાથેની વાતચીતમાં ભરતભાઈએ જણાવ્યું હતું કે તેઓ જનસંઘ સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે. તેમની આ કહાણી સામે આવતાં સોશિયલ મીડિયા પર પણ તેમની ‘સાદગી, પ્રામાણિકતા અને ખંત’ને બિરદાવાઈ હતી. નોંધનીય છે કે વર્ષ 2002નાં અનુગોધરા રમખાણોમાં તેમની સામે હિંસા સંબંધિત ગુનો દાખલ કરાયો હતો. જેમાં તેમનો નિર્દોષ છુટકારો પણ થયો છે.
નોંધનીય છે કે ભરતભાઈ પોતે માળી સમુદાયના છે. આ સમુદાયની ભાવનગરમાં આઠ હજારની જ વસતિ છે. અન્ય સમુદાયોની સરખામણીએ સંખ્યાની દૃષ્ટિએ નાના સમુદાયમાંથી આવતા ભરતભાઈની ‘સ્વચ્છ અને નિષ્ઠાવાન કાર્યકર’ તરીકેની છબિને કારણે તેઓ આ મુકામ સુધી પહોંચી શક્યા હોવાનું તેમના સમર્થકો માને છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.