New Parliament House: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે રવિવારે 17 સપ્ટેમ્બરે નવા સંસદ ભવન ખાતે ત્રિરંગો લહેરાવ્યો હતો. ઉપરાષ્ટ્રપતિએ નવા સંસદ ભવનનાં પ્રાંગણનાં ગેટ પર ત્રિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલા સહિત ઘણા નેતાઓએ આ કાર્યક્રમમાં પોતાની હાજરી નોંધાવી છે. સોમવારથી સંસદની નવી ઇમારતમાં પાંચ દિવસનું વિશેષ સંસદ સત્ર શરૂ થવાનું છે. આ સત્રમાં તમામ કાર્યવાહી જૂના સંસદ ભવનમાંથી નવા સંસદભવનમાં સ્થાનાંતરિત થવાની છે. પીએમ મોદીએ 28 મે 2023ના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું.



