દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનને હજારો કરોડ રૂપિયાની યોજનાઓ ભેટમાં આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં રૂપિયા 24,300 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. મોદીએ અમૃતસર-જામનગર ઇકોનોમિક કોરિડોરનો છ લેનનો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે સેક્શન, ગ્રીન એનર્જી કોરિડોર માટે ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન લાઇનનો પ્રથમ તબક્કો, બિકાનેરથી ભીવાડી ટ્રાન્સમિશન લાઇન અને 30-બેડ કર્મચારી વીમા નિગમ ( ESIC) હોસ્પિટલ રાજ્યના લોકોને સમર્પિત છે
પીએમ મોદીએ રાજસ્થાનને આપી મોટી ભેટ
પીએમ મોદીએ રેલીને સંબોધી હતી
પીએમ મોદીએ શનિવારે રાજસ્થાનના બિકાનેરમાં એક રેલીને પણ સંબોધિત કરી હતી. તેમની રેલીમાં પીએમએ કહ્યું કે રાજસ્થાનમાં ઔદ્યોગિક વિકાસની ઘણી સંભાવનાઓ છે. અમે અહીં કનેક્ટિવિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચરને હાઈટેક બનાવી રહ્યા છીએ. પીએમએ પોતાના ભાષણમાં કહ્યું કે અહીં થઈ રહેલા વિકાસનો સૌથી વધુ લાભ રાજ્યના યુવાનોને મળશે. પીએમ મોદીએ કહ્યું કે બિકાનેર અંગે તેમણે કહ્યું કે આ જગ્યા સાથે તેમને ખાસ લગાવ છે. બિકાનેરને છોટી કાશી કહેવામાં આવે છે. આ સાથે પીએમે એમ પણ કહ્યું કે, રાજસ્થાનમાં માત્ર હવામાનનું તાપમાન જ ગરમ નથી, પરંતુ કોંગ્રેસ સરકારના કારણે લોકોનું તાપમાન પણ ગરમ થઈ રહ્યું છે. પીએમએ કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસ સરકાર બાય-બાય મોડમાં પ્રવેશી ચૂકી છે. અહીં કોંગ્રેસની હાર નિશ્ચિત છે.