PM Modi in Pune: PM મોદીને લોકમાન્ય તિલક પુરસ્કારથી કરાયા સન્માનિત, NCPમાં ભંગાણ બાદ શરદ અને અજિત પવાર પહેલીવાર જોવા મળ્યા સાથે
PM Modi in Pune: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પુણે શહેરની મુલાકાતે છે, જ્યાં તેઓ વિવિધ વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરી રહ્યાં છે. આ દરમિયાન તેમને પુણેમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારની હાજરીમાં પુણેના એસપી કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પીએમ મોદીને લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પૂણે પહોંચ્યા બાદ પીએમએ સૌથી પહેલા દગડુશેઠ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.
પૂણે પહોંચ્યા બાદ પીએમએ સૌથી પહેલા દગડુશેઠ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. લોકમાન્ય તિલકના વારસાને માન આપવા માટે 1983માં તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી.
PM Modi in Pune: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે મંગળવારે મહારાષ્ટ્રના પુણે શહેરની મુલાકાતે છે, જ્યાં તેઓ વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરી રહ્યાં છે. આ દરમિયાન તેમને પુણેમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. પુણેના એસપી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવારની હાજરીમાં પીએમ મોદીને લોકમાન્ય તિલક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન, એનસીપીમાં વિભાજન પછી, શરદ પવાર તેમના ભત્રીજા અજિત પવાર, પીએમ નરેન્દ્ર મોદી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે પ્રથમ વખત મંચ પર દેખાયા.
પૂણે પહોંચ્યા બાદ પીએમએ સૌથી પહેલા દગડુશેઠ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. લોકમાન્ય તિલકના વારસાને માન આપવા માટે 1983માં તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા આ પુરસ્કારની સ્થાપના કરવામાં આવી હતી. આ એવોર્ડ એવા લોકોને આપવામાં આવે છે જેમણે રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસ માટે કામ કર્યું છે અને જેમના યોગદાનને નોંધપાત્ર અને અસાધારણ કાર્ય તરીકે જોઈ શકાય છે. આ પુરસ્કાર દર વર્ષે 1 ઓગસ્ટના રોજ લોકમાન્ય તિલકની પુણ્યતિથિએ આપવામાં આવે છે.
આ નેતાઓનું સન્માન કરાયું
પીએમ મોદી આ એવોર્ડથી સન્માનિત થનારા 41મા વ્યક્તિ છે. અગાઉ આ પુરસ્કાર ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાલ શર્મા અને પ્રણવ મુખર્જી, ભૂતપૂર્વ વડા પ્રધાનો અટલ બિહારી વાજપેયી, ઈન્દિરા ગાંધી અને મનમોહન સિંહ, પ્રખ્યાત ઉદ્યોગપતિ એનઆર નારાયણમૂર્તિ અને મેટ્રો મેન ઈ શ્રીધરનને આપવામાં આવ્યો છે.
Maharashtra: Prime Minister Narendra Modi to be conferred with Lokmanya Tilak National Award in Pune today. pic.twitter.com/evpO7MxcPC
એવોર્ડ મેળવ્યા બાદ વડાપ્રધાન મોદી બપોરે 12.45 કલાકે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ દરમિયાન તેઓ અન્ય વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે અને તેનું ઉદ્ઘાટન કરશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન પુણે મેટ્રોના પ્રથમ તબક્કાના બે કોરિડોરના તે વિભાગો પર મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે, જ્યાં કામ પૂર્ણ થયું છે. નિવેદન અનુસાર, આ વિભાગો ફુગેવાડી સ્ટેશનથી સિવિલ કોર્ટ સ્ટેશન અને ગરવારે કોલેજ સ્ટેશનથી રૂબી હોલ ક્લિનિક સ્ટેશન સુધીના છે. વડાપ્રધાને 2016માં આ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો હતો.
નવા સ્ટ્રેચ પુણે શહેરના મહત્વના સ્થળો જેવા કે શિવાજી નગર, સિવિલ કોર્ટ, પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ, પુણે આરટીઓ અને પુણે રેલ્વે સ્ટેશનને જોડશે. નિવેદન અનુસાર, આ વિભાગોનું ઉદ્ઘાટન એ સમગ્ર દેશમાં નાગરિકોને આધુનિક અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ શહેરી પરિવહન વ્યવસ્થા પ્રદાન કરવાના PM મોદીના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
VIDEO | PM Modi receives Lokmanya Tilak National Award in Pune, on the 103rd death anniversary of freedom fighter Bal Gangadhar Tilak. (Source: Third Party) pic.twitter.com/2KKNgqrCJW — Press Trust of India (@PTI_News) August 1, 2023
લાભાર્થીઓને સોંપશે 1,280થી વધુ મકાનો
આ દરમિયાન પીએમ મોદી પિંપરી ચિંચવડ મ્યુનિસિપલ કોર્પોરેશન (PCMC) હેઠળ વેસ્ટ-ટુ-એનર્જી પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. આશરે રૂ. 300 કરોડના ખર્ચે વિકસિત આ પ્લાન્ટ વાર્ષિક 2.5 લાખ ટન કચરાનો ઉપયોગ વીજળીનું ઉત્પાદન કરવા માટે કરશે.
વડાપ્રધાન મોદી આ પ્રસંગે પીસીએમસી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ બાંધવામાં આવેલા 1,280 મકાનો લાભાર્થીઓને સોંપશે. તેઓ PMAY હેઠળ પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધવામાં આવેલા 2,650 થી વધુ ઘરો પણ પ્રદાન કરશે. વધુમાં, વડા પ્રધાન પીસીએમસી દ્વારા PMAY હેઠળ બાંધવામાં આવનાર લગભગ 1,190 ઘરો અને પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા બાંધવામાં આવનાર 6,400 થી વધુ ઘરોનો શિલાન્યાસ પણ કરશે.