GUJARAT ELECTIONS 2022: PM નરેન્દ્ર મોદીએ મહેસાણામાં સભા સંબોધતા કહ્યું કે થોડા દિવસ પહેલાં તમારી વચ્ચે આવવાનો મોકો મળ્યો હતો. આ પહેલા મોઢેરા આવ્યો હતો. મોઢેરા સુર્યગ્રામનું લોકાર્પણ કર્યુ હતું. મોઢેરા અને મહેસાણા જિલ્લો વિશ્વમાં ચમકી ગયો. આ માટીએ મને મોટો કર્યો છે. આ માટીએ મને સંસ્કારિત કર્યો છે. અહીંના પાણીએ મને ઘડ્યો છે. અહીંના પરસેવાની સુવાસ, આખો દેશ ગૌરવ કરે.
ફિર એકબાર ભાજપ સરકાર
તેમણે વધુમાં કહ્યું કે મહેસાણા રાજકીય રીતે ખુબ જાગૃત જિલ્લો છે. મહેસાણા જિલ્લો ભવિષ્ય નક્કી કરે છે. માતા - બહેનોનો વિશેષ આભાર માનુ છુ. ગત બે ત્રણ વખત દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં ગયો. આ વખતે ઉત્તર ગુજરાતમાં આવ્યો છુ. આ ચૂંટણી ન નરેન્દ્ર લડે છે, ન ભૂપેન્દ્ર લડે છે. આ વખતે ગુજરાતની ચૂંટણી ગુજરાતની જનતા લડી રહી છે. ગુજરાતનાં યુવાનોએ આ વિજય ધ્વજ પોતાનાં હાથમાં લીધો છે. જ્યાં જઇએ ત્યાં એક જ નારો, ફીર એકબાર ભાજપ સરકાર.
યુવાપેઢી ભાજપ સાથે આગળ
PM મોદીએ કહ્યું કે યુવાનો જાહેર જીવનમાં રસ લેતા થયા છે. યુવાપેઢી ભાજપનો ઝંડો લઇને આગળ વધી રહી છે. આ પેઢી આંખે પાટા બાંધીને નીકળેલી પેઢી નથી. તે એક એક પગલાનું નિરીક્ષણ કરી નિર્ણય કરે છે. તેણે જોયું છે કે કોંગ્રેસની સરકારનું મોડેલ કેવું હતુ. તેમને લાગે છે કે દેશને આગળ લઇ જવા ભાજપ સક્ષમ. ભાજપની નીતિ, રણનીતિ જ કામ લાગવાની છે.