GUJARAT ELECTION: ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં આજે બીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે.. મતદાન સવારે 8 થી સાંજના 5 વાગ્યા સુધી યોજાશે. બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે. બીજા તબક્કામાં 833 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે, જેમાં 69 મહિલા ઉમેદવારો પણ છે. 13 બેઠકો અનુસુચિત જનજાતિ માટે રિઝર્વ બેઠકો છે, જ્યારે 6 બેઠકો અનુસુચિત જાતિ માટે અનામત છે. બીજા તબક્કાની ચૂંટણીના મતદારો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના 7 મંત્રીઓના ભાગ્યનો ફેસલો કરશે.
યુપીના રાજ્યપાલે ગુજરાતમાં કર્યું મતદાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે અમદાવાદમાં મતદાન કર્યું. તેમણે શીલજ અનુપમ સ્કૂલના પોલિંગ બૂથ 95 પર પોતાનો મત આપ્યો.
સવારે 9 વાગ્યા સુધી 4.75% મતદાન ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં સવારે 9 વાગ્યા સુધી 4.75% મતદાન નોંધાયું છે.
બીજા તબક્કામાં 14 જિલ્લાની આ વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે