ગુજરાતની સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને તેમની કથિત 'મોદી સરનેમ' ટીપ્પણી પર દાખલ કરવામાં આવેલા ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે. સુરત સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને 2 વર્ષની કેદની સજા ફટકારી છે. જો કે તેને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. કોર્ટે 30 દિવસની સજા પર રોક લગાવી છે. રાહુલ ગાંધી 2019માં નોંધાયેલા ગુનાહિત માનહાનિના કેસના સંબંધમાં ગુરુવારે સ્થાનિક કોર્ટમાં હાજર થયા હતા. કાર્યવાહી દરમિયાન રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમની સાથે ગુજરાત કોંગ્રેસના તમામ મોટા નેતાઓ હાજર રહ્યા હતા.
આ મામલો ‘મોદી સરનેમ' અંગેની વિવાદાસ્પદ ટિપ્પણી સાથે સંબંધિત છે. વાસ્તવમાં, આ કેસ રાહુલ વિરુદ્ધ તેમની ટિપ્પણી માટે નોંધવામાં આવ્યો છે, જેમાં તેણે કથિત રીતે કહ્યું હતું કે, "બધા ચોરોની સરનેમ મોદી કેમ છે?"
પોતાની ફરિયાદમાં પૂર્ણેશે આરોપ લગાવ્યો હતો કે રાહુલે 2019માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે કથિત રીતે એવું કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો કે બધા ચોરોની અટક મોદી કેમ છે?
Gujarat | Surat District Court sentenced Congress MP Rahul Gandhi to two years of imprisonment in the criminal defamation case filed against him over his alleged 'Modi surname' remark.
He was later granted bail by the court. https://t.co/qmGNBIMTaF — ANI (@ANI) March 23, 2023
રાહુલ ગાંધીના વકીલ કિરીટ પાનવાલાએ જણાવ્યું હતું કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માની કોર્ટે ગયા અઠવાડિયે બંને પક્ષોની દલીલો સાંભળી હતી અને ચુકાદાની જાહેરાત માટે 23 માર્ચની તારીખ નક્કી કરી હતી. જાન્યુઆરીમાં 'ભારત જોડો યાત્રા' પૂરી થયા બાદ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષની ગુજરાતની આ પ્રથમ મુલાકાત છે.