GUJARAT ELECTIONS 2022: ગુજરાતમાં ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ગયો છે. પ્રચાર દરમિયાન ઉમેદવારોને ખર્ચની રકમ ચૂંટણી પંચ દ્વારા નક્કી કરવામાં આવી છે. ચૂંટણીના ધમધમાટ વચ્ચે રાજકોટમાં ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ ન કરનારાઓને નોટિસ ફટકારવામાં આવી છે. ચૂંટણી તંત્ર દ્વારા ભાજપ, કોંગ્રેસ અને AAPના 15થી વધુ ઉમેદવારોને નોટિસ ફટકારવામાં આવી છે.
ચૂંટણી તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવતા રમેશ ટિલાળા, ઇન્દ્રનીલ રાજગુરૂ, શિવલાલ બારસિયા આજે હિસાબ રજૂ કરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને શિવલાલ બારસિયાએ પ્રચારમાં સૌથી વધુ રૂપિયા ખર્ચ કર્યા છે.
ચૂંટણી પંચે વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારના ખર્ચને 250% વધાર્યો છે. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં એક ઉમેદવાર પોતાના પ્રચાર માટે માત્ર 16 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકતા હતા. 2022ની ચૂંટણીમાં પ્રત્યેક ઉમેદવાર 40 લાખ રુપિયા સુધીનો ખર્ચ કરી શકશે. જ્યારે 2022માં વિધાનસભા ચૂંટણી માટે આ રકમ વધારીને 40 લાખ રૂપિયા કરવામાં આવી છે.