રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠકો છે જેમા હાલ ભાજપ પાસે 8 બેઠકો છે જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. ભાજપના 8 રાજ્યસભા સાંસદોમાં રામભાઈ મોકરિયા, રમીલાબેન બારા, નરહરિ અમીન, પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, એસ. જયશંકર, દિનેશચંદ્ર અનાવડીયા અને જુગલજી ઠાકોરનો સમાવેશ થાય છે.
વિદેશ મંત્રી એસ. જયશંકર ઉમેદવારી નોંધાવવા માટે ગઇકાલે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને આજે 12.39 વાગ્યાના વિજય મુહૂર્તમાં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી છે.
Rajya Sabha Election 2023: રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકો માટે 24 જુલાઈના રોજ ચૂંટણી યોજાનારી છે. વિદેશ મંત્રી એસ. જયશંકર ઉમેદવારી નોંધાવવા માટે ગઇકાલે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને આજે 12.39 વાગ્યાના વિજય મુહૂર્તમાં ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવી છે. એસ. જયશંકર જ્યારે ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સહિતના ટેકેદારો ઉપસ્થિત રહ્યાં છે.
#WATCH | Gujarat | EAM Dr S Jaishankar files his nomination in Gandhinagar for the forthcoming Rajya Sabha elections. pic.twitter.com/Dmj2azX2eD
ગુજરાત ભાજપના મહાસચિવ પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, એસ. જયશંકર જેમનો કાર્યકાળ ગુજરાતના અન્ય બે રાજ્યસભાના સભ્યો સાથે 18 ઓગસ્ટના રોજ પૂર્ણ થઇ રહ્યો છે. જેઓ ફરીથી ગુજરાતથી સાંસદ બનશે.
રાજ્યસભામાં ભાજપ પાસે 8 બેઠકો
રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠકો છે જેમા હાલ ભાજપ પાસે 8 બેઠકો છે જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. ભાજપના 8 રાજ્યસભા સાંસદોમાં રામભાઈ મોકરિયા, રમીલાબેન બારા, નરહરિ અમીન, પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, એસ. જયશંકર, દિનેશચંદ્ર અનાવડીયા અને જુગલજી ઠાકોરનો સમાવેશ થાય છે. જયારે કોંગ્રેસના ત્રણ રાજ્યસભા સાંસદોમાં શક્તિસિંહ ગોહિલ, અમી યાજ્ઞિક અને નારણ રાઠવાનો સમાવેશ થાય છે. આ સાંસદોમાંથી ભાજપના ત્રણ સાંસદો દિનેશ અનાવડીયા, જુગલજી ઠાકોર અને એસ.જયશંકરની ટર્મ 18 ઓગષ્ટ 2023ના રોજ પૂર્ણ થઇ રહી છે ત્યારે આ ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાશે.
કોંગ્રેસ નહીં નોંધાવે ઉમેદવારી
ગુજરાતની ત્રણ બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી થવા જઇ રહી છે. જોકે ગુજરાત વિધાનસભામાં સંખ્યાબળ ઓછું હોવાથી કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણીમાં કોઇ ઉમેદવાર ઉભો રાખવામાં આવશે નહીં, તેવો નિર્ણય જાહેર કરાયો છે.
બંગાળ, ગુજરાત અને ગોવાની 10 રાજ્યસભા સીટ પર 24 જૂલાઈએ ચૂંટણી
રાજ્યસભાની 10 બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. જેમાં પશ્ચિમ બંગાળની 6, ગુજરાતની 3 અને ગોવાની 1 બેઠકનો સમાવેશ થાય છે. પશ્ચિમ બંગાળમાં ડોલા સેન, ડેરેક ઓબ્રાયન, પ્રદીપ ભટ્ટાચાર્ય, સુષ્મિતા દેવ, સુખેન્દુ શેખર રે અને શાંતા છેત્રીનો કાર્યકાળ 18 ઓગસ્ટે સમાપ્ત થશે. ગોવામાં વિનય તેંડુલકરનો કાર્યકાળ 28 જુલાઈએ પૂરો થઈ રહ્યો છે.
રાજ્યસભાની ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ
ચૂંટણીનું જાહેરનામું 6 જુલાઈએ બહાર પડ્યું છે. નોમિનેશનની છેલ્લી તારીખ 13 જુલાઈ અને ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 17 જુલાઈ છે. 24 જુલાઈના રોજ મતદાન અને મતગણતરી થશે.