GUJARAT ELECTION 2022: છેલ્લી 6 ટર્મથી ગુજરાતમાં ભાજપનું શાસન છે... અને 7મી ટર્મમાં તમામ રેકોર્ડ તોડી આગામી પાંચ વર્ષ માટે ગુજરાતની જનતાએ ભાજપને ફરી શાસન સોંપ્યુ છે... ત્યારે એક નજર સાતેય ચૂંટણીમાં ભાજપે કેટલી બેઠક સાથે જીતનો તાજ પહેર્યો તેના પર કરીએ તો વિજય યાત્રામાં સૌથી વર્ષ 1995ની ચૂંટણીમાં 121 બેઠક સાથે ભાજપે સરકાર બનાવી હતી, જ્યારે કોંગ્રેસને 45 બેઠક જ મળી હતી...
જોકે, ત્રણ વર્ષ બાદ ફરી ચૂંટણી યોજાઈ અને વર્ષ 1998ની ચૂટણીમાં 117 બેઠક સાથે ભાજપે ફરી સરકાર બનાવી. અને 53 બેઠક સાથે કોંગ્રેસ વિપક્ષમાં બેઠ્યુ. 1998 બાદ એક પણ ટર્મ એવી ન રહી કે, અધુરી ટર્મે ચૂંટણી યોજવી પડી. 2002માં ભાજપે તત્કાલીન CM અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સૌથી વધુ 127 બેઠક સાથે સરકાર બનાવી અને કોંગ્રેસ 51 બેઠક સાથે ફરી વિપક્ષમાં બેઠી.
ત્યાર બાદ સતત કોંગ્રેસનો ગ્રાફ ધીરે ધીરે ઉંચે જતો હતો અને ભાજપનો ગ્રાફ નીચે ઉતરતો રહ્યો. 2007માં ભાજપને 117 બેઠક તો કોંગ્રેસને 59 બેઠક મળી હતી. તો 2012માં ભાજપમાં 115 અને કોંગ્રેસને 61 બેઠક મળી હતી જ્યારે 2017માં ભાજપને સૌથી ઓછી 99 બેઠક અને કોંગ્રેસને 77 બેઠક મળી હતી પરંતુ પાંચ વર્ષ બાદ 2022માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસનો 149 બેઠકનો પણ રેકોર્ડ તોડીને 150થી વધુ બેઠક સાથે ઐતિહાસિક જીત મેળવી હતી.
મહત્વનું છે કે, વર્ષ 1985ની ચૂંટણીમાં સૌથી વધુ 149 બેઠકો જીતવાનો રેકોર્ડ માધવસિંહ સોલંકીના નામે હતો. હવે માધવસિંહ સોલંકીનો આ રેકોર્ડ ભુપેન્દ્ર પટેલે તોડ્યો છે... અને ગુજરાતમાં ભાજપના સૂવર્ણકાળમાં વધુ એક સિતારો લગાવી દીધો છે. 2022ની ચૂંટણીમાં ભાજપને 000 બેઠક જ્યારે કોંગ્રેસને 00 તો આમ આદમી પાર્ટીને 00 બેઠક મળી હતી. ત્રિપાંખિયા જંગમાં ગુજરાતની જનતાએ ભાજપને સર્વાધિક મત આપી સતત સાતમી વખત ગુજરાતની ગાદી સોંપી છે...