Gujarat CM Oath Ceremony: બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યાં ભૂપેન્દ્ર પટેલ “દાદા”નું મંત્રી મંડળ સૌથી નાનું
Gujarat CM Oath Ceremony: સચિવાલય હેલિપેડ ગ્રાઉન્ડમાં યોજાયો શપથવિધિ સમારોહ, જેમાં કુલ સહિત 17 ધારાસભ્યોએ શપથ લીધા, જેમાં 8 કેબિનેટ- 8 રાજ્યકક્ષાના મંત્રી બન્યા છે.
Gujarat CM Oath Ceremony: સતત બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી પદે ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા છે. શપથવિધિમાં CM સહિત 17 ધારાસભ્યોએ મંત્રી પદે શપથ લીધા છે.. જેમાં 8 કેબિનેટ અને 8 રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ થાય છે.તો આજે સાંજે જ નવા મંત્રીમંડળની પહેલી કેબિનેટ બેઠક મળવા જઇ રહી છે. સાંજે પાંચ વાગ્યાની આસપાસ મંત્રીઓને ખાતાની ફાળવળી પણ કરી દેવામાં આવશે.
કેબિનેટના મંત્રીઓ મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે શપથ લીધા બાદ કેબિનેટ કક્ષાનાં પ્રધાનો બળવંતસિંહ રાજપૂત, કનુ દેસાઇ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલે પણ શપથ લીધા હતા. ત્યારબાદ કુબેર ડિંડોર, મુળુ બેરા, કુંવરજી બાળિયા, ભાનુબેન બાબરિયાએ પણ શપથ લીધા હતા.
રાજ્યમંત્રીઓ આ ઉપરાંત રાજ્યકક્ષાનાં પરશોત્તમ સોલંકી, બચુ ખાબડ, મુકેશ પટેલે પણ શપથ લીધા છે. મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતી, પ્રફુલ પાનસેરીયાએ પણ શપથ લીધા હતા.
મહત્વનું છે કે, મંત્રીમંડળના 17 સભ્યો પૈકી 4 પાટીદાર, 3 કડવા પાટીદાર, 1 લેઉઆ પાટીદાર મંત્રી, 7 OBC, 2 ST, 1 SC મંત્રી, મંત્રીમંડળમાં 1 ક્ષત્રિય સમાજના મંત્રી, 1 જૈન, 1 અનાવિલ બ્રાહ્મણ સમાજના મંત્રીનો સમાવેશ કરાયો છે. આ ઉપરાંત મંત્રીમંડળમાં ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્રના 5-5 MLA, મધ્ય ગુજરાતના 2 MLAનો સમાવેશ થયો છે. જિલ્લાની વાત કરીએ તો મંત્રીમંડળમાં સૌથી વધુ સુરતના જિલ્લાના 4 MLA, અમદાવાદ, રાજકોટ જિલ્લાના 2-2 MLAનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે જૂની સરકારમાં 25 ધારાસભ્યોનું મંત્રી મંડળ હતું. 25 પૈકી 7 MLA નવી સરકારમાં ફરી મંત્રી બન્યા છે. નવી સરકારમાં 18 જૂના મંત્રીઓ પડતા મુકાયા છે. રૂપાણી સરકારના 3 મંત્રીઓનો નવી સરકારમાં સમાવેશ થયો છે. નવી સરકારમાં એક માત્ર મહિલા સભ્યનો સમાવેશ થયો છે. કોંગ્રેસ છોડી આવેલા 4નો મંત્રીમંડળમાં સમાવેશ થયો છે.
આ પહેલા મુખ્યમંત્રી નિવાસ સ્થાને એક મહત્વપુર્ણ બેઠક મળી હતી. બેઠકમાં સી.આર.પાટીલ સહિત નેતાઓ હાજર રહ્યાં હતા. ત્યાર બાદ તમામ મંત્રીના દાવેદારો રાજભવનથી નિકળી હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે પહોંચ્યા હતા.
તો સાથે આજે બપોરે 12 કલાકે ભાજપના 156 ચૂંટાયેલા ધારાસભ્યો ગાંધીનગરની ભવ્ય હોટેલ લીલામાં વડાપ્રધાન મોદી સાથે ભોજન કર્યું હતું. વડાપ્રધાનની પસંદગીની વાનગીઓ તેમને પીરસવામાં આવી હતી. તો 156 ધારાસભ્યો ગુજરાતી ફેમસ વાનગીઓનો લુપ્ત ઉઠાવ્યો હતો.. તેમની સાથે 36 જેટલા વીઆઈપી ગેસ્ટ પણ પહોંચ્યા હતા.