મતદાન અવશ્ય કરજો,દિલથી કરજો-લોકશાહીના પર્વમાં મતદાન કરવા મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીની અપીલ - voting must be done do it from the heart- chief electoral officer p bharti appeal | Moneycontrol Gujarati
Get App

મતદાન અવશ્ય કરજો,દિલથી કરજો-લોકશાહીના પર્વમાં મતદાન કરવા મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીની અપીલ

Gujarat Elections 2022: રાજ્યના 19 જિલ્લાઓની 89 વિધાનસભા બેઠકો માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022નું પ્રથમ તબક્કાનું મતદાન યોજાનાર છે. લોકશાહીના આ મહાપર્વમાં પોતાના મતાધિકાર થકી સહભાગી થવા સૌ મતદારોને રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ અપીલ કરી છે.

અપડેટેડ 12:13:32 PM Dec 01, 2022 પર
Story continues below Advertisement

Gujarat Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી-2022 અંતર્ગત તા. 01 ડિસેમ્બરને ગુરૂવારના રોજ પ્રથમ તબક્કામાં રાજ્યના 19 જિલ્લાઓની 89 બેઠકો માટે 14,382 મતદાન મથક સ્થળો પર કુલ 25,430 મતદાન મથકો ખાતે મત આપવાનો પવિત્ર અવસર યોજાવાનો છે. લોકશાહીના આ અમૂલા અવસરમાં 2,39,76,670 મતદારો પોતાના મતાધિકારના ઉપયોગ થકી સહભાગી થઈ શકશે. તમામ મતદારો મતદાનની આ નૈતિક જવાબદારીને સુપેરે નિભાવે તે માટે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીએ મતદાનનું મહત્વ સમજાવી મતની શક્તિનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો છે.

મત જરૂર આપજો

મતદારોને અપીલ કરતાં મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું કે, લોકશાહી ના આ પવિત્ર પર્વ માં મત આપવો તે આપણી નૈતિક જવાબદારી છે અને તે બધાએ નિભાવવાની હોય છે. મારો એક મત નહિ આપવાથી શું ફર્ક પડશે ? તેમ માનવું જરા પણ વાજબી નથી. એક મતની કિંમત પાણીના એવા ટીપાં જેટલી છે જે સમુદ્ર બનાવે છે. જો પાણીનું એક ટીંપુ વિચારે કે હું ના હોવ તો સમુદ્ર ને શું ફર્ક પડે અને આ રીતે બધાં જ પાણીનાં ટીપાં વિચારે તો સમુદ્ર જ ના રચાય. એટલે મત તો જરૂર આપવાનો.

વધુમાં મુખ્ય નિર્વાચન અધિકારીએ ઉમેર્યું કે, લોકશાહી એટલે લોકો માટે, લોકોથી અને લોકો દ્વારા ચાલતી સરકાર. લોકશાહીમાં લોકો જ સર્વોપરી હોય છે, માટે મત જરૂર આપજો. લોકશાહીના આ અવસરને આપણે બધાં પોત પોતાના મતની શક્તિનો ઉપયોગ કરીને ઉજવીએ.

ધંધા, રોજગાર, ઔદ્યોગિક એકમોના નોકરીયાતોને મતદાનના દિવસે સવેતન રજા આપવાની રહેશે


મખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ જણાવ્યું છે કે, મતાધિકાર ધરાવતી કોઈપણ વ્યક્તિ, કોઈપણ ધંધા- રોજગાર, ઔદ્યોગિક એકમો કે અન્ય કોઈપણ સંસ્થામાં નોકરી કરતાં હોય તો તેમને મતદાનના દિવસે સવેતન રજા આપવાની જોગવાઈ છે. રોજમદાર તરીકે કામ કરતાં કર્મચારી-કામદારોના કિસ્સામાં પણ જો તેની ફરજ પર હોય અને જે મહેનતાણું-પગાર મેળવતાં હોય તે મહેનતાણું-પગાર મતદાનના દિવસે મતદાન કરવાની રજા બદલ માલિક-નોકરીદાતાએ ચૂકવવાનું રહેશે.

વર્ષ 1951ના લોકપ્રતિનિધિત્વ અધિનિયમમાં વર્ષ 1996ના લોકપ્રતિનિધિત્વ (સુધારા) અધિનિયમથી દાખલ કરવામાં આવેલ કલમ-135(બી) અનુસાર ધંધા-રોજગાર ઔદ્યોગિક એકમ કચેરી અને અન્ય સંસ્થાઓના માલિકોને અનુરોધ કરવામાં આવે છે કે, તેમના કામદાર/કર્મચારીઓને બે તબક્કામાં એટલે કે અનુક્રમે તા. ૦૧ ડિસેમ્બર અને તા. ૦૫ ડિસેમ્બરના રોજ જે તે મતવિભાગોમાં જ્યાં ચૂંટણી યોજાનાર છે તેવા વિધાનસભા મતવિભાગોમાં સમાવિષ્ટ વિસ્તારમાં મતદાનના દિવસે ચૂંટણીમાં મતદાન કરવાના હેતુસર રજા આપવાની રહેશે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 30, 2022 5:35 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.