મહિલાઓ લગ્ન પછી પણ પૂરા કરી શકે છે સપના, ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજાએ કહી આ વાત - women can fulfill their dreams even after marriage bjp candidate rivaba jadeja said this after filing her candidature | Moneycontrol Gujarati
Get App

મહિલાઓ લગ્ન પછી પણ પૂરા કરી શકે છે સપના, ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજાએ કહી આ વાત

Gujarat Elections 2022: રીવાબા જાડેજાએ કહ્યું, જ્યારે હું નોમિનેશન ફાઈલ કરવા ગઈ, ત્યારે ભાવુક ઘડી હતી અને તેઓ મારી સાથે હતા. હું કપલ્સને પ્રેરણા આપવા માંગુ છું કે, મહિલાઓ લગ્ન પછી પણ તેમના સપનાને પૂર્ણ કરી શકે છે.

અપડેટેડ 12:15:54 PM Nov 21, 2022 પર
Story continues below Advertisement

Gujarat Elections 2022: ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર રીવાબા જાડેજાએ શનિવારે તેમના પતિ અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ઉમેદવારી નોંધાવવાનો અનુભવ શેર કરતા તેમણે કહ્યું કે, તેમના માટે એ ભાવનાત્મક ક્ષણ હતી. રિવાબા ગુજરાતની જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

ન્યૂઝ એજન્સી ANI પ્રમાણે, રિવાબાએ કહ્યું, જ્યારે હું નોમિનેશન ફાઇલ કરવા ગઈ ત્યારે તે ભાવનાત્મક ક્ષણ હતી અને તેઓ મારી સાથે હતા. હું કપલ્સને પ્રેરણા આપવા માંગુ છું કે, મહિલાઓ લગ્ન પછી પણ તેમના સપના પૂરા કરી શકે. તેમના પતિનો સપોર્ટ મજબૂત છે.

ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાત ચૂંટણી માટે ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોની પ્રથમ યાદીમાં રીવાબાનું નામ હતું. તેમની ઉમેદવારી વર્તમાન ધારાસભ્ય હકુભા જાડેજા માટે આંચકો છે, જેઓ 2007ના ટોળા હિંસા કેસના આરોપી છે.

AAPના ઉમેદવાર અને તેમના દાવાઓ વિશે બોલતા, રીવાબાએ જણાવ્યું હતું, ગુજરાતએ ક્યારેય ત્રિકોણીય ચૂંટણી મોડને સ્વીકાર્યો નથી. જે ​​પાર્ટી ગુજરાતમાં આવી નથી અને વિકાસના કામ કર્યા નથી. જો તમે કંઈ કર્યું નથી, તો લોકો તમારા પર વિશ્વાસ કેવી રીતે કરશે ? તમે બીજેપીના વિકાસ કાર્યો જોઈ શકે છે. લોકો તેમના પર વિશ્વાસ કરે છે.

It was an emotional moment when I went to file nomination & he was with me. Want to inspire couples that women can fulfill their dreams even after marriage & their husband support is strong: Rivaba Jadeja, BJP Jamnagar North candidate, on her husband cricketer Ravindra Jadeja pic.twitter.com/acSNxw88Tg


— ANI (@ANI) November 19, 2022

ગુજરાતમાં લગભગ 27 વર્ષથી ભાજપનું શાસન છે. કોંગ્રેસ અને AAP મુખ્ય પડકાર તરીકે ઉભરી આવ્યા છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ ઉમેદવારી નોંધાવવાના દિવસે તેમની પત્નીના વખાણ કરતા કહ્યું હતું કે, તે PM મોદીના માર્ગને અનુસરવા માંગે છે .

જાડેજાએ સોમવારે જામનગરમાં એક કાર્યક્રમમાં મીડિયાને જણાવ્યું હતું કે, એમએલએના ઉમેદવાર તરીકે આ તેનો આ પ્રથમ અવસર છે, અને તે ઘણું શીખશે. મને આશા છે કે તે આગળ વધે. તે સ્વભાવે ખૂબ મદદરૂપ છે અને હંમેશા લોકોને મદદ કરે છે. આથી તે રાજકારણમાં જોડાઈ. તે લોકો માટે કામ કરવા માટે પીએમ મોદીના માર્ગને અનુસરવા માંગે છે.

આ ઉપરાંત, કાંતિલાલ અમૃતિયા, જેમણે ગત મહિને મોરબી બ્રિજ તૂટી પડતી વખતે નદીમાં કૂદીને ઘણા લોકોના જીવ બચાવ્યા હોવાના અહેવાલ છે, અને કોંગ્રેસના હાર્દિક પટેલ પણ આ યાદીમાં હતા. ભાજપે ચૂંટણીના પ્રથમ તબક્કાની યાદી જાહેર કરી ત્યારે હાર્દિકે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. મહત્વનું ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન યોજાવવાનું છે.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 19, 2022 4:09 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.