Constipation: આ ટ્રિકથી શિયાળામાં જિદ્દી કબજિયાત થશે દૂર, સવારે ઉઠતાની સાથે જ પેટ થઈ જશે સાફ
Tips to Get Rid of Constipation: દરેક વ્યક્તિને અલગ-અલગ સમયે ટોયલેટ જવાની આદત હોય છે. પરંતુ જો સત્પાહમાં ત્રણ વારથી ઓછુ ટોયલેટ જવાનું થાય તો તે કબજીયાતનું સૌથી મજબૂત લક્ષણ છે.
Constipation: જો સત્પાહમાં ત્રણ વારથી ઓછુ ટોયલેટ જવાનું થાય તો તે કબજીયાતનું સૌથી મજબૂત લક્ષણ છે.
Tips to Get Rid of Constipation: શિયાળામાં લોકો તળેલા ખોરાકનું સેવન વધારે કરે છે. બીજીતરફ પાણી પણ ઓછુ પીવે છે. આ બંનેના કારણે ઘણા લોકોને કબજીયાતની સમસ્યા રહે છે. શિયાળામાં પેટ સાપ થવું જરૂરી છે પરંતુ જો કબજીયાતની સમસ્યા થઈ તો તેનાથી નુકસાન થઈ શકે છે. કબજીયાત દિવસભર કામ સારી રીતે કરવા દેતી નથી. તેનાથી મન હંમેશા બેચેન રહે છે. પરંતુ દરેક વ્યક્તિને અલગ-અલગ સમયે ટોયલેટ જવાની આદત હોય છે. પરંતુ જો સત્પાહમાં ત્રણ વારથી ઓછુ ટોયલેટ જવાનું થાય તો તે કબજીયાતનું સૌથી મજબૂત લક્ષણ છે. વૈશ્વિક રૂપથી 10થી 20 ટકા વ્યસ્ક કબજીયાતની ફરિયાદથી હંમેશા પરેશાન રહે છે. પરંતુ શિયાળામાં આ મુશ્કેલી વધી જાય છે.
શિયાળામાં કબજીયાત વધે કેમ
એક રિપોર્ટ પ્રમાણે શિયાળામાં લોકો પાણી ઓછુ પીવે છે. તેનાથી પાચન સંબંધિત સમસ્યા સામે આવે છે. બીજીતરફ તળેલી વસ્તુના ચક્કરમાં ફાઇબરયુક્ત વસ્તુનું સેવન ઓછુ કરે છે. જો કબજીયાતની સારવાર ન કરવામાં આવે તો તેનાથી આંતરડાની લાઇનિંગ ડેમેજ થઈ શકે છે.
ઇસબગુલ
જો તમને કબજીયાતની સમસ્યા છે તો ઇસબગુલનું ભુસુ તમારા માટે ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ઇસબગુલ સંપૂર્ણ રીતે ફાઇબર છે. એક ગ્લાસ પાણીમાં 2થી 3 ઇસબગુલ મિક્સ કરો અને તેનું સેવન કરો. ઇસબગુલ કબજીયાત દૂર કરવાનો રામબાણ ઉપાય છે.
કેસ્ટર ઓયલ
ઘણા રિસર્ચમાં સાબિત થઈ ચુક્યું છે કે કેસ્ટર ઓયલ કોન્સ્ટિપેશન દૂર કરવામાં ખુબ ઉપયોગી છે. કેસ્ટરમાં રિસિનોલિક એસિડ હોય છે, જે પેટમાં જામેલી ગંદકીને પાતળી કરી શરીરમાંથી બહાર કરે છે. સૂતા પહેલા એક ચમચી કેસ્ટર ઓયલનું સેવન કરવાથી સવારે પેટ સંપૂર્ણ રીતે સાફ થઈ જશે. પરંતુ પ્રેગનેન્ટ મહિલા અને પીરિયડ્સ દરમિયાન મહિલાઓએ કેસ્ટર ઓયલનું સેવન ન કરવું જોઈએ.
અજમાનું પાણી
કબજીયાત કે પેટ સંબંધિત દરેક પ્રકારની સમસ્યાઓ દૂર કરવા માટે અજમાનું પાણી રામબાણ છે. તે માટે એક ચમચી અજમાને એક ગ્લાસ પાણીમાં ગરમ કરો. તેને ઠંડુ કરી પીવો. થોડા દિવસમાં કબજીયાત દૂર થઈ જશે.
ફાઇબર યુક્ત ફૂડ
કબજીયાત કે શિયાળામાં દરેક પ્રકારની સમસ્યાથી મુક્ત રહેવા માટે ફાઇબરયુક્ત ફૂડને તમારા ડાઇટમાં સામેલ કરો. તે માટે સફરજન, સંતરા, લીલા શાકભાજી, આદુ, સાઇટ્રસ ફ્રૂટ, આખા અનાજનું સેવન કરો.