Guava Leaves Benefits: જામફળ તો ઠીક પણ તેના પાન ખાવાથી પેટ થઈ જશે એકદમ સાફ, કબજિયાત દૂર થઈ જશે | Moneycontrol Gujarati
Get App

Guava Leaves Benefits: જામફળ તો ઠીક પણ તેના પાન ખાવાથી પેટ થઈ જશે એકદમ સાફ, કબજિયાત દૂર થઈ જશે

Guava Leaves Benefits: મોટા ભાગના લોકોને એ ખબર હશે કે, જામફળના ફળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પણ શું તમે જાણો છો કે, જામફળના પાન પણ કંઈ કમ નથી, જામફળના પાન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્તમ છે. તેના પાન કબજિયાત, એસિડિટી, પાચનની સમસ્યામાંથી રાહત અપાવે છે.

અપડેટેડ 01:58:48 PM Dec 04, 2023 પર
Story continues below Advertisement
જામફળના પાન લોહીની કમી પણ દૂર કરી શકશે.

Guava Leaves Benefits: જામફળ એક એવું ફળ છે, જે સફરજન કરતા પણ વધારે અસરકાર છે. જામફળ તો શરીર માટે ફાયદાકારક છે. પણ તેના પાન પણ કંઈ કમ નથી. જામફળના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી પાચન સંબંધિત બીમારીઓમાં સુધારો આવે છે.

આ પાણી પાચન ક્રિયાને વ્યવસ્થિત બનાવે છે અને અપચાની સમસ્યાને ઘટાડે છે. જામફળના પાનમાં પોટેશિયમ જોવા મળે છે. જેનું સેવન હ્દય માટે પણ ફાયદાકારક છે. આ પાનની પેસ્ટ સોજા, તાવ, માથાનો દુખાવો અને સાંધાના દુખાવામાં રાહત અપાવે છે.

ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં રહેતા આયુર્વેદ ડોક્ટર વિનય ખુલ્લરે તેના પર જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, જામફળના પાન સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. એવું માનવામાં આવે છે કે પોષણના મામલામાં જામફળથી પણ વધારે ફાયદાકારક હોય છે.


તમે સવારે ખાલી પેટ જામફળના પાનનું પાણી ઉકાળીને તેનું સેવન કરો, તેનાથી સ્વાસ્થ્યને ફાયદો મળશે. જામફળના પાનમાં કેટલાય ઔષધિય ગુણ હોય છે. તે કેટલાય વિટામિન, મિનરલ, માઈક્રો અને મૈક્રોન્યૂટ્રિએંટ્સથી ભરપૂર હોય છે.

આ ઉપરાંત તેમાં બાયોએક્ટિવ નામનું કંપાઉંડસ પણ હોય છે. તે એન્ટીઓક્સિડેંટ, એન્ટી ઈંફ્લેમેટરી અને એન્ટી બેક્ટીરિયલ ગુણોથી ભરપૂર હોય છે. તેના પાન ચાવવાથી પાચન સારુ થાય છે. સાથે જ વેટ લોસ, કમ કોલેસ્ટ્રોલ લેવલ, શુગર કંટ્રોલ અને ગ્લોઈંગ સ્કિન માટે તે ફાયદાકારક છે.

જામફળના પાન લોહીની કમી પણ દૂર કરી શકશે. આ પાનની સાથે દહીં, મુલ્તાની માટી અને મધનો ફેસ માસ્ક ટ્રાઈ કરીને આપ ત્વચાને સરળતાથી સુંદર, બેદાગ અને નેચરલી ગ્લોઈંગ બનાવી શકશો.

આ પણ વાંચો - B-12 ની ઉણપ હોય તો હળવામાં ના લેતા, નહીંતર મોટી મુશ્કેલીમાં મુકાશો, વાંચી લો

MoneyControl News

MoneyControl News

First Published: Dec 04, 2023 1:58 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.