નાભિ શરીરનું કેન્દ્રબિંદુ હોવાથી, ત્યાં તેલ લગાવવાથી પેટ સંબંધિત નાની-મોટી તકલીફો દૂર થાય છે.
આયુર્વેદમાં આપણા શરીરની નાભિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેને શરીરનું સેન્ટર પોઈન્ટ ગણવામાં આવે છે. આયુર્વેદ અનુસાર, નાભિમાં તેલ લગાવવાની પ્રક્રિયા (જેને 'પેચોટી પદ્ધતિ' પણ કહેવાય છે) સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. ખાસ કરીને જો રાત્રે સૂતા પહેલા નાભિમાં ઓલિવ ઓઈલ લગાવવામાં આવે, તો તે અનેક પ્રકારની હેલ્થ પ્રોબ્લેમ્સને દૂર કરવામાં મદદ કરી શકે છે.
ઓલિવ ઓઈલ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ચાલો જાણીએ કે દરરોજ રાત્રે નાભિમાં ઓલિવ ઓઈલ લગાવવાથી કઈ 5 મોટી સમસ્યાઓમાં રાહત મળી શકે છે.
નાભિમાં ઓલિવ ઓઈલ લગાવવાના 5 જબરદસ્ત ફાયદા
1. ગેસ અને અપચામાં રાહત
આજકાલની લાઈફસ્ટાઈલ અને ખાસ કરીને ઉનાળામાં ખોટા ખાનપાનને કારણે મોટાભાગના લોકો ગેસ અને અપચાની સમસ્યાથી પીડાય છે. જો તમે પણ વારંવાર ગેસની પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા હોવ, તો રાત્રે સૂતા પહેલા નાભિમાં ઓલિવ ઓઈલ લગાવવાથી પાચનતંત્ર સુધરે છે અને ગેસ તેમજ બ્લોટિંગ જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.
2. સાંધાના દુખાવામાં આરામ
જો તમને સાંધાના દુખાવા અથવા શરીરમાં સોજાની સમસ્યા રહેતી હોય તો ઓલિવ ઓઈલ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. ઓલિવ ઓઈલમાં રહેલા ગુણધર્મો સોજા ઘટાડવામાં મદદ કરે છે. દરરોજ રાત્રે નાભિમાં ઓલિવ ઓઈલ લગાવવાથી જોઈન્ટ પેઈન અને સોજામાં ઘણો આરામ મળે છે.
3. પેટના દુખાવાથી છુટકારો
નાભિ શરીરનું કેન્દ્રબિંદુ હોવાથી, ત્યાં તેલ લગાવવાથી પેટ સંબંધિત નાની-મોટી તકલીફો દૂર થાય છે. જો તમને વારંવાર પેટમાં દુખાવો થતો હોય, તો નાભિમાં ઓલિવ ઓઈલના થોડા ટીપાં નાખવાથી દુખાવામાં ઝડપથી રાહત મળી શકે છે.
4. કબજિયાતની સમસ્યા દૂર થશે
અનિયમિત ડાયટ અને ફાસ્ટ ફૂડના કારણે કબજિયાત એક કોમન સમસ્યા બની ગઈ છે. જો તમે લાંબા સમયથી કબજિયાતથી પરેશાન છો, તો નાભિમાં ઓલિવ ઓઈલ લગાવવું એ એક સારો ઘરેલું ઉપાય છે. તે તમારી પાચન ક્રિયાને સરળ બનાવે છે અને કબજિયાતથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.
5. હાર્ટ હેલ્થ માટે ફાયદાકારક
ઓલિવ ઓઈલ હાર્ટ હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં ઉત્તમ એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યને જાળવી રાખવામાં મદદરૂપ થઈ શકે છે. નાભિમાં ઓલિવ ઓઈલ લગાવવાથી તેના આ ફાયદા મળી શકે છે.