Skin Care Tips: બધાં જ પ્રકારની સ્કિન માટે બેસ્ટ છે આ 3 નેચરલ ફેસપેક, લગાવશો તો બીજું કંઈ કરવું નહીં પડે
Skin Care Tips: જો તમે મોટી ઉંમર સુધી સ્કિનની તકલીફોથી બચવા માંગો છો તો અહીં જણાવેલા 3 ફેસપેકને નિયમિત લગાવવાનું શરૂ કરી દો. તમારી સ્કિન હેલ્ધી અને ચહેરો સુંદર બની જશે.
Skin Care Tips: જો રૂપિયા ખર્ચ્યા વિના સુંદર દેખાવું હોય તો આયુર્વેદિક ફેસપેક લગાવો.
Skin Care Tips: સુંદર દેખાવું કોને ન ગમે. મહિલા હોય કે પુરૂષ બધાંને સુંદર દેખાવું ગમતું હોય છે, પરંતુ સુંદર દેખાવા માટે થોડી મહેનત પણ કરવી પડે છે અને જો રૂપિયા ખર્ચ્યા વિના સુંદર દેખાવું હોય તો આયુર્વેદિક ફેસપેક લગાવો. નિયમિત લગાવવાથી ચહેરાની રંગત બદલાઈ જશે.
એલોવેરા ફેસપેક
આયુર્વેદમાં એલોવેરા જેલથી ઘણી ઔષધિયો પણ બનાવવામાં આવે છે. સ્કિન અને વાળ માટે એલોવેરા જેલ વરદાન સમાન છે. પિંપલ્સ, કાળાશ, કરચલીઓ દૂર કરવા માટે તે ખૂબ જ અક્સિર છે. તો તેના ઉપયોગ માટે રોજ રાતે સૂતા પહેલાં એલોવેરા જેલમાં 1 ટીપું બદામ ઓઈલ મિક્સ કરી ફેસ પર લગાવી હળવા હાથે મસાજ કરી લો. પછી સવારે ફેસ વોશ કરી લો. થોડાં જ દિવસમાં તમને અસર દેખાશે.
બેસન ફેસપેક
આ બંને વસ્તુઓ આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ લાભકારી અને પોષક તત્વોથી ભરપૂર છે. સ્કિન કેર માટે આનો ઉપયોગ કરવાથી સ્કિનમાં મેલાનિનનું પ્રોડક્શન ઓછું થાય છે. જેનાથી રંગ સાફ થાય છે. આ પેક બનાવવા 1 ચમચી બેસનમાં 1 ટુકડો મેશ કરેલું પપૈયું એડ કરીને લગાવો અને સૂકાય ગયા બાદ ધોઈ લો.
દૂધનો ફેસપેક
આયુર્વેદમાં કેસરના અઢળક ગુણો બતાવ્યા છે અને સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ દૂધ અને કેસર ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તો સ્કિન માટે પણ તે ખૂબ જ અક્સિર છે. તેના માટે 2 ચમચી દૂધમાં કેસરના 3-4 તાંતળા નાખી મિક્સ કરીને ચહેરા પર 15 મિનિટ લગાવો. પછી ફેસ વોશ કરી લો. આ ઉપાય ચહેરાની સ્કિનને ટાઈટ રાખશે.
નાળિયેર તેલ
નાળિયેરનું તેલ ત્વચા માટે ફાયદાકારક હોય છે. નાળિયેર તેલમાં વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે જે ત્વચા માટે વરદાન સમાન છે. તમે નાળિયેર તેલ યુક્ત કેપ્સુલ નો ઉપયોગ ત્વચા પર કરી શકો છો.
એલોવેરા
ઉનાળામાં ત્વચાની સંભાળ રાખવા માટે એલોવેરા જેલનો ઉપયોગ પણ કરી શકાય છે. તેનાથી ત્વચા પર ખીલ થતા નથી. તેના માટે એક ચમચી એલોવેરા જેલમાં ગુલાબજળ અથવા તો મધ મિક્સ કરીને ચહેરા પર લગાડો. 15 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો
હળદર અને ચંદન
હળદર અને ચંદન સ્કીન માટે ફાયદાકારક છે. તેનાથી ત્વચા ગ્લોઇંગ બને છે. તેના માટે પાણીમાં ચંદન પાવડર અને હળદર ઉમેરીને ફેસપેક તૈયાર કરી ચહેરા અને ગળા પર લગાડવો. 10 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી સાફ કરો.