ફળ ખાવાથી આપણે સ્વસ્થ રહીએ છીએ. તેનું સેવન કરવાથી આપણને ઘણા પોષક તત્વો મળે છે. ફળોમાં મિનરલ્સ, કેલ્શિયમ, વિટામીન ડી, ફાઈબર અને વિટામીન ભરપૂર માત્રામાં જોવા મળે છે જે આપણને ઘણી બીમારીઓથી બચાવે છે. પરંતુ શું તમે ફળોનું સેવન યોગ્ય રીતે કરો છો? તમે ગમે તેટલા ફળો ખાઓ, જો તમે યોગ્ય સમયે તેનું સેવન ન કરો તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે. ફળોને યોગ્ય રીતે ખાવાની એક આયુર્વેદિક રીત છે, જેને અનુસરીને તમે તમારી જાતને સ્વસ્થ રાખી શકો છો.