જયા કિશોરીએ આપી ટૉક્સિક લોકોથી ડીલ કરવાની 6 ટિપ્સ, જીવનમાં જોઈએ શાંતિ અને સકારાત્મકતા તો કરો ફોલો | Moneycontrol Gujarati
Get App

જયા કિશોરીએ આપી ટૉક્સિક લોકોથી ડીલ કરવાની 6 ટિપ્સ, જીવનમાં જોઈએ શાંતિ અને સકારાત્મકતા તો કરો ફોલો

Jaya Kishori Relationship Tips: સંબંધો જીવનને વધુ સારું અને સરળ બનાવવા માટે હોય છે. પરંતુ જ્યારે સંબંધો ઝેરી લોકો સાથે હોય છે તો ખુશ રહેવું અશક્ય બની જાય છે. જો તમે પણ આવા લોકોથી ઘેરાયેલા છો, તો તેમને ટાળવા અથવા તેમને વધુ સારી રીતે હેન્ડલ કરવા માટે જયા કિશોરીની ટિપ્સ તમારા માટે ખૂબ ઉપયોગી થઈ શકે છે.

અપડેટેડ 11:46:21 AM Nov 06, 2023 પર
Story continues below Advertisement

જીવનના સફરમાં આપણને ઘણા લોકોને મળીએ છે, જેમાંથી અમુક લોકોની સાથે આપણે સંબંધ સ્થાપિત કરી શકીએ છીએ. અને આ લોકો આગળ જાઈને આપણા સુખ દુ:ખનું કારણે બને છે. પરંતુ ઘણી વાર અમે આવા લોકો સાથે જોડાઈ જઈએ છીએ, જેમાં આમારી ખુશી તો હોય છે પરંતુ તે વ્યક્તિ આ વાતની પરવા નથી કરતા. જેની સાથે રહેવાથી જીવન તકલીફ અને નીગિટિવથી ભરાય જાય છે. આવા લોકોને જ ઝેરી કહેવામાં આવે છે. ઘણી વાર તમને તમારી ખુશિયા અને અસ્તિત્વને વેતવા માટે તેમનાથી સંબંધોને તોડવા જેવા મુશ્કીલ પગલા પણ લઈ શકે છે.

મોટિવેશનલ સ્પીકર જયા કિશોરીએ તેમની યુટ્યુબ ચેનલ જયા કિશોરી મોટિવેશન પર હાલમાં આવા લોકો સાથે ડીલ કરવા માટેની ટિપ્સ શેર કરી છે. જો તમારા જીવનમાં પણ કોઈ એવું છે, જે તમને સતત ખરાબ અનુભવ કરાવે છે, તો તેમે તેની મદદથી તમારા સંબંધોને યોગ્ય દિશા આપી શકો છો.

સીધી વાત કરો


ઝેરી લોકોને આ નહીં ખબર હોય છે કે તેમના શબ્દો અથવા એક્શન કોઈ રીતે કોઈને પ્રભાવિત કરી શકે છે. તે માટે તેની સાથે સીધી વાત કરવી ખૂબ જરૂરી છે. તેમણે બતાવો કે કેવી રીતે તમને તેની વાતે અને એક્શનથી દુ:ખ થાય છે. જો તે તમારી સાચે કેર કરતા હોય તો આ વાતચીત બાદથી તે પોતામાં સુધાર કરવાનો પ્રયાશ કરશે.

ગુસ્સા પર કંટ્રોલ રાખો

જમે જ્યા આવા વ્યક્તી સાથે વાતી કરી રહ્યા છો જે તમના ખૂરાબ અનુભવ કરાવે છે, તો જરૂરી છે કે તમે તમારા ગુસ્સા પર કંટ્રોલ રાખો. ભલે તે વ્યક્તિ ગલત હોય પરંતુ તો પણ તમારે શાંતિ અને સમ્માનની સાથે તેની સાથે વાત કરવાની છે. જો તે ઉકસાવાનું પ્રયત્ન કરે તો તમારે ધ્યાન રાખવાનું છે કે ઝગડો નહીં કરવો વાતોથી સમાધાન કરવા બેઠા છે. નહીંતો વાતાવરણ વધું ખરાબ થઈ શકે છે.

સામેવાળાનું પક્ષ પણ સમજો

ગલત વાતો અથવા એક્શનના પાછળ ઘણી વાખત વ્યક્તિની પરિસ્થિતિ પણ જવાબદાર હોય શકે છે. તેના માટે કોઈ પણ નિર્ણય લેતા પહેલા સામે વાળા વ્યક્તિને પણ સમજવાનો પ્રયત્ન કરો. તે વ્યક્તીની સાથે પોતાના સંબંધને લઈને કોઈ પણ નિર્ણ લેવાતી પહેલા આ વાત પર ધ્યાન આપો કે તે પોતાની વાતો કેટલી સાચી અને ખોટી બોલી રહ્યો છે.

બદલવાની તક આપો

પહેલી વખત સીધી વાત કર્યા પછી સામે વાળાને બદલવાની તક આપો. જો તેને પોતાની ભૂલનો પછતાવો થશે તો તે ધીમે-ધીમે તેને સુધારવાની દિશામાં કામ કરશે, જેને તમે જાતે સમજવા લાગશો. પરંતુ જો આવું ન થાય તો આગળની આ બે ટિપ્સની મદદથી તમારો અંતિમ નિર્ણય લો.

દૂરી બનાવી લો

આવો વ્યક્તિ જો તમારા માટે ચિંતા નથી કરતો, જેને આ વાતની પણ પરવાહ નથી કે તેના કારણથી તમને કેટલું દુઃખ પહોંચે છે, તો તેનાથી ધીમે-ધીમે દૂરી વધારી લો. તેની સાથે ઓછામાં- ઓછા સમય વીતાવો, વધું વાત ન કરો, માત્ર તેટલું જ બોલો જેટલી જરૂરત છે. આ સમય દરમિયાન તમારી જાતને ખૂબ ઉદાર અને શાંત રાખો.

રિલેશનશિપ સમાપ્ત કરી લો

કોઈ સંબંધને ખતમ કરવો ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ ઘણી વખત જ્યારે કોઈના કારણે આપણું જીવન નકારાત્મક રીતે પ્રભાવિત થવા લાગે અને મન શાંત નથી રહી શકતું તો તેને જવા દેવું જરૂરી છે. જો કોઈ તમારી ખૂબ નજીક છે, તો તેનાથી તેની લાગણીઓને ન છુપાવશો. તો તેને સ્પષ્ટ રીતે સમજાવો કે સંબંધમાં શું ખોટું હતું.

MoneyControl News

MoneyControl News

First Published: Nov 06, 2023 11:40 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.