Boat સ્માર્ટવોચમાં મળશે પેમેન્ટ ફીચર, પિન વગર પણ કરી શકશો પેમેન્ટ, જાણો વિગત
તમને ટૂંક સમયમાં જ Boatની સ્માર્ટવોચમાં ટેપ એન્ડ પેની ફિચર મળશે. તેનો અર્થ એ કે તમે POS ટર્મિનલ પર સ્માર્ટવોચને ટેપ કરીને જ પેમેન્ટ કરી શકશો. આ માટે કંપનીએ માસ્ટરકાર્ડ સાથે પાર્ટનરશીપ કરી છે. જો તમારે 5000 રૂપિયા સુધીનું પેમેન્ટ કરવું હોય તો તેના માટે પિનની જરૂર નહીં પડે. કંપની ધીરે ધીરે આ ફીચરને વિસ્તારશે.
ભારતની મોટી બેન્કોના માસ્ટરકાર્ડ ધારકોને આ ફિચર મળશે.
Boat સ્માર્ટવોચ યુઝર્સને ટૂંક સમયમાં ટેપ એન્ડ પેની ફિચર મળવા જઈ રહી છે. એટલે કે તેઓ તેમની સ્માર્ટવોચ દ્વારા પેમેન્ટ કરી શકશે. કંપનીએ ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024માં આની જાહેરાત કરી છે. Boatએ આ સર્વિસ માટે માસ્ટરકાર્ડ સાથે પાર્ટનરશીપ કરી છે. આ ફીચર Boatની ઓફિશિયલ એપ દ્વારા એક્સેસ કરી શકાય છે.
તે માસ્ટરકાર્ડની ટોકનાઇઝેશન કેપેસિટી સાથે સિક્યોર છે. કંપનીનું કહેવું છે કે Boatની સ્માર્ટવોચનો ઉપયોગ POS પર ટેપ એન્ડ પે દ્વારા પેમેન્ટ માટે કરી શકાય છે.
તમે કેટલું પેમેન્ટ કરી શકો છો?
તમે આ ફિચરનો ઉપયોગ કરીને મોટા પેમેન્ટ્સ કરી શકશો નહીં. તમે કોઈપણ પિન વિના રુપિયા 5000 સુધીના ટ્રાન્જેક્શન કરી શકશો. સુરક્ષાની જવાબદારી ક્રિપ્ટોગ્રામ્સની રહેશે, જે માસ્ટરકાર્ડના ડિવાઇસ ટોકનાઇઝેશન ક્ષમતા સાથે આવે છે.
લોન્ચ ઈવેન્ટમાં બોલતા, Boatના કો ફાઉન્ડર અને સીઈઓ સમીર મહેતાએ જણાવ્યું હતું કે, 'માસ્ટરકાર્ડ સાથેની અમારી પાર્ટનરશીપથી મોટા ઉપભોક્તા આધારને ફાયદો થશે જેઓ કોન્ટેક્ટલેસ પેમેન્ટની નવી રીતો અપનાવવા વધુને વધુ વિચારી રહ્યાં છે.' જો કે, આ માટે તમારી પાસે માસ્ટરકાર્ડ હોવું જરૂરી છે.
સ્માર્ટવોચ સેગમેન્ટ ઝડપથી વધી રહ્યું છે
ભારતની મોટી બેન્કોના માસ્ટરકાર્ડ ધારકોને આ ફિચર મળશે. કંપની આગામી સમયમાં તેનું વિસ્તરણ કરશે. Boatએ આ સ્ટેપ એવા સમયે ઉઠાવ્યું છે જ્યારે ભારતીય વેરેબલ માર્કેટમાં 34 ટકાનો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2023માં સ્માર્ટ વોચના શિપમેન્ટમાં 73.7 ટકાનો ગ્રોથ નોંધવામાં આવ્યો છે.
માત્ર Boat જ નહીં, નોઈઝ તેની સ્માર્ટવોચમાં પેમેન્ટ ફીચર પણ લાવી રહ્યું છે. આ બંને બ્રાન્ડ ભારતીય બજેટ વેરેબલ માર્કેટમાં ખૂબ જ પોપ્યુલર છે. Noiseએ નેશનલ કોમન મોબિલિટી કાર્ડ ટેક્નોલોજી સાથેની સ્માર્ટવોચ લોન્ચ કરી છે. તેમાં ઈન્ટીગ્રેટેડ RuPay ચિપ છે, જેની મદદથી યુઝર્સ ટેપ એન્ડ પે ફીચરનો ઉપયોગ કરી શકશે.