ઓઝેમ્પિક જેવી દવાઓ વજન ઘટાડવામાં અસરકારક હોઈ શકે છે, પરંતુ તેના સાઈડ ઈફેક્ટ્સ જેવા કે નૉસિયા, થાક અને ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ્સ ચિંતાનું કારણ બની શકે છે. ફાઈબર આનો એક સેફ અને ઇફેક્ટિવ વિકલ્પ છે, જે રોજિંદા ખોરાકમાં સરળતાથી સામેલ થઈ શકે છે.
બ્રેકફાસ્ટમાં ઓટ્સ, લંચમાં દાળ કે સલાડ, અને સ્નેક્સમાં ફ્રૂટ્સ ખાવાથી ફાઈબર ઇન્ટેક વધે છે.
વજન ઘટાડવા અને હેલ્થને બેસ્ટ રાખવા માટે લોકો અવનવા ઉપાયો અજમાવે છે. ઓઝેમ્પિક (Ozempic) જેવી દવાઓએ વજન ઘટાડવા અને બ્લડ શુગર કંટ્રોલ કરવામાં લોકપ્રિયતા મેળવી છે, પરંતુ તેના સાઈડ ઈફેક્ટ્સ ઘણાને ચિંતા કરાવે છે. એવામાં એરિઝોના હેલ્થ સાયન્સિસ યુનિવર્સિટીના તાજેતરના રિસર્ચે એક કુદરતી વિકલ્પ રજૂ કર્યો છે - ફાઈબર! આ રિસર્ચ મુજબ, ફાઈબર ઓઝેમ્પિક જેવા જ ફાયદા આપી શકે છે, એ પણ ઓછા સાઈડ ઈફેક્ટ્સ સાથે.
ફાઈબર શા માટે છે ખાસ?
ફાઈબર એક એવું ન્યુટ્રિઅન્ટ છે જે તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમને ધીમું કરીને બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે. તે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, જેનાથી ભૂખ ઓછી લાગે છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. રિસર્ચ દર્શાવે છે કે ફાઈબર આંતરડાના હેલ્થને સુધારે છે, કોલેસ્ટ્રોલ લેવલ ઘટાડે છે અને હાર્ટ હેલ્થને સપોર્ટ કરે છે. ઓઝેમ્પિકની તુલનામાં ફાઈબર કિફાયતી, સુરક્ષિત અને રોજિંદા ખોરાકમાં સરળતાથી મળી રહે છે.
ફાઈબર ડાયટમાં કેવી રીતે ઉમેરવું?
ફાઈબર ઉમેરવા માટે તમારે ડાયટમાં નાના-નાના ફેરફારો કરવાની જરૂર છે. બ્રેકફાસ્ટમાં ઓટ્સ, લંચમાં દાળ કે સલાડ, અને સ્નેક્સમાં ફ્રૂટ્સ ખાવાથી ફાઈબર ઇન્ટેક વધે છે. ફાઈબરનું સેવન ધીમે-ધીમે વધારો અને પાચનની સમસ્યાઓ ટાળવા પુષ્કળ પાણી પીવો.
ફાઈબરથી ભરપૂર 8 ફૂડ્સ
ઓટ્સ: બ્રેકફાસ્ટ માટે બેસ્ટ. સોલ્યુબલ ફાઈબરથી ભરપૂર ઓટ્સ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને લાંબા સમય સુધી એનર્જી આપે છે.
દાળ: સોલ્યુબલ અને ઇન્સોલ્યુબલ ફાઈબરનો ખજાનો. સૂપ, સ્ટૂ કે સલાડમાં ઉમેરો.
સફરજન: છાલ સાથે ખાઓ. તેમાં પેક્ટીન નામનું ફાઈબર ભૂખને કંટ્રોલ કરે છે.
બ્રોકલી: ફાઈબર અને ન્યુટ્રિઅન્ટ્સથી ભરપૂર. સ્ટીમ કરી કે રોસ્ટ કરીને ખાઓ.
ચિયા સીડ્સ: નાના પરંતુ શક્તિશાળી. દહીં, સ્મૂધી કે ઓટ્સમાં મિક્સ કરો.
જવ (Barley): ચોખાની જગ્યાએ જવ ખાઓ. તેનું બીટા-ગ્લૂકન હાર્ટ હેલ્થને બૂસ્ટ કરે છે.
ગાજર: કાચા કે રાંધેલા, ગાજર પાચનને સુધારે છે.
છોલે: ફાઈબર અને પ્રોટીનનો શ્રેષ્ઠ સોર્સ, જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે.
ઓઝેમ્પિકનો કુદરતી વિકલ્પ
ઓઝેમ્પિક જેવી દવાઓ વજન ઘટાડવામાં અસરકારક હોઈ શકે છે, પરંતુ તેના સાઈડ ઈફેક્ટ્સ જેવા કે નૉસિયા, થાક અને ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ્સ ચિંતાનું કારણ બની શકે છે. ફાઈબર આનો એક સેફ અને ઇફેક્ટિવ વિકલ્પ છે, જે રોજિંદા ખોરાકમાં સરળતાથી સામેલ થઈ શકે છે.