Canada: કેનેડા હવે વસ્તી વિસ્ફોટમાં ફસાયું છે, જેને લઇ કેનેડિયન અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે. અને બહારના દોશોમાંથી આવતા લોકોની સંખ્યા મર્યાદિત કરવા હાકલ કરવામાં આવી છે. નેશનલ બેંક ઓફ કેનેડાના અર્થશાસ્ત્રીઓના રિપોર્ટમાં બહારથી આવતા લોકોની વધતી વસ્તીને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તે કહે છે કે 2023માં 12 લાખ લોકો આવ્યા છે.
બહારથી કેનેડામાં સ્થળાંતર કરનારાઓમાં માત્ર 30 ટકા ભારતીયો છે.અર્થશાસ્ત્રીઓ સ્ટેફન મેરિયન અને એલેક્ઝાન્ડ્રા ડુચાર્મે નેશનલ બેંક ઓફ કેનેડા માટે એક અહેવાલ લખ્યો છે. કે, કેનેડા વસ્તી વિસ્ફોટમાં ફસાઈ ગયું છે.વર્તમાન વસ્તીની વૃદ્ધિને નિયંત્રિત કરવા અને અમારા જીવન ધોરણને સુધારવા માટે અમારી પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નાણાંનો અભાવ છે. સ્ટેટિસ્ટિક્સ કેનેડાના ડેટાને ટાંકીને, ગ્લોબ એન્ડ મેઇલ અખબારે અહેવાલ આપ્યો છે કે કેનેડામાં આશરે 2.5 મિલિયન અસ્થાયી રહેવાસીઓ છે.
તેમાં વર્ક પરમિટ પર અભ્યાસ કરી રહ્યા હોય તેવા લોકોનો સમાવેશ થાય છે.જોકે, નેશનલ બેંક ઓફ કેનેડાએ રિપોર્ટમાં આ સંખ્યાને ઘણી ઓછી કરવાની માંગ કરી છે. વિસ્ફોટથી બચવું હોય, તો આપણા દેશની વાર્ષિક કુલ વસ્તી વૃદ્ધિ 30 લાખથી 50 લાખથી વધુ ન હોવી જોઈએ.