IAF: ભારતીય વાયુસેનાને મોટી સફળતા મળી છે. વાસ્તવમાં એરફોર્સે પોતાના C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટને રાત્રે કારગિલ એરસ્ટ્રીપ પર લેન્ડ કરવામાં સફળતા મેળવી છે. આ દરમિયાન વાયુસેનાના ગરુડ કમાન્ડોને પણ સુપર હરક્યુલસ એરક્રાફ્ટમાં કારગીલ મોકલવામાં આવ્યા હતા. આ કમાન્ડોની તાલીમનો પણ એક ભાગ હતો કે કટોકટીની સ્થિતિમાં તેમને શક્ય તેટલી ઝડપથી આગળ કેવી રીતે તૈનાત કરી શકાય. ગરુડ કમાન્ડો ફોર્સ એ એરફોર્સનું વિશેષ દળ છે. વાયુસેનાએ લેન્ડિંગનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.



