Surat Diamond Bourse: ગુજરાત પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટના બિલ્ડીંગનું લોકાર્પણ કર્યું હતું. જે બાદ પીએમ મોદીએ શહેરમાં રોડ શો કર્યો હતો. તેમની મુલાકાત દરમિયાન PMએ ગુજરાતના લોકોને યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટની ઓફિસ પેન્ટાગોન કરતા પણ મોટી ‘સુરત ડાયમંડ બુર્સ'ની ભેટ આપી છે.



