Make in India: PM મોદીએ લોન્ચ કરી મારુતિની પ્રથમ ઈલેક્ટ્રિક કાર, 100 દેશોમાં થશે એક્સપોર્ટ | Moneycontrol Gujarati
Get App

Make in India: PM મોદીએ લોન્ચ કરી મારુતિની પ્રથમ ઈલેક્ટ્રિક કાર, 100 દેશોમાં થશે એક્સપોર્ટ

Make in India: PM નરેન્દ્ર મોદીએ ગુજરાતના હાંસલપુરમાં મારુતિ સુઝુકીની પ્રથમ ઈલેક્ટ્રિક કાર 'Maruti e Vitara' લોન્ચ કરી. 100 દેશોમાં એક્સપોર્ટ થનારી આ EV અને બેટરી પ્લાન્ટના ઉદ્ઘાટનથી ગુજરાત ઓટોમોબાઈલ હબ તરીકે ચમકશે. વાંચો વિગતો!

અપડેટેડ 01:28:27 PM Aug 26, 2025 પર
Story continues below Advertisement
PM મોદીએ જણાવ્યું, “ગણેશ ઉત્સવના આ પવિત્ર અવસરે, ભારતની મેક ઈન ઈન્ડિયા યોજનામાં એક નવું પગલું ઉમેરાયું છે.

Make in India: ગુજરાતના હાંસલપુરમાં આજે ઐતિહાસિક દિવસ નોંધાયો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મારુતિ સુઝુકીની પ્રથમ ઈલેક્ટ્રિક કાર 'Maruti e Vitara' લોન્ચ કરી. બહુચરાજી નજીક આવેલા હાંસલપુર ખાતે પહોંચેલા PM મોદીએ બેટરી પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કર્યું. આ પગલું ગુજરાતને ઓટોમોબાઈલ હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વનું ગણાય છે. આ ઈલેક્ટ્રિક વ્હીકલ 100 દેશોમાં એક્સપોર્ટ થશે, જે મેક ઈન ઈન્ડિયાની યાત્રામાં નવો અધ્યાય ઉમેરશે.


PM મોદીએ જણાવ્યું, “ગણેશ ઉત્સવના આ પવિત્ર અવસરે, ભારતની મેક ઈન ઈન્ડિયા યોજનામાં એક નવું પગલું ઉમેરાયું છે. આ ઈલેક્ટ્રિક વ્હીકલ અને બેટરી પ્લાન્ટ ભારત-જાપાનની મિત્રતાને નવી ઊંચાઈ આપશે.” તેમણે ઉમેર્યું કે, આ પ્રોજેક્ટ આત્મનિર્ભર ભારતના વિઝનને મજબૂત કરશે, જેનો આરંભ 2012માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે કર્યો હતો.

મારુતિ સુઝુકીની આ ઈલેક્ટ્રિક કાર જાપાન સહિત વિશ્વના અનેક દેશોમાં ‘મેડ ઈન ઈન્ડિયા’નું ગૌરવ વધારશે. PMએ કહ્યું, “પૈસા કોના લાગ્યા છે તેની ચિંતા નથી, પરંતુ પ્રોડક્શનમાં દેશના નાગરિકોનો પરસેવો હોવો જોઈએ.” આ પ્રોજેક્ટ 11000 કરોડના રોકાણ સાથે શરૂ થયો છે, જેમાં ઈલેક્ટ્રિક એમ્બ્યુલન્સનો પ્રોટોટાઈપ પણ સામેલ છે, જે પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરશે.

આ પ્રસંગે PMએ રાજ્યોને રોકાણકારો માટે ‘સિંગલ વિન્ડો ક્લિયરન્સ’ અને પોલીસી સુધારણા પર ધ્યાન આપવા હાકલ કરી. તેમણે કહ્યું, “આ સ્પર્ધાનો જમાનો છે. જે રાજ્ય ઝડપથી પોલીસીને સરળ બનાવશે, ત્યાં રોકાણકારોનો વિશ્વાસ વધશે.” આ ઉપરાંત, ભારત-જાપાનના સંબંધોને વધુ મજબૂત કરવા માટે ગુજરાતની વાઈબ્રન્ટ સમિટ અને જાપાની ભાષામાં રૂલ્સ-રેગ્યુલેશન પ્રકાશિત કરવાના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો.

આ લોન્ચ ગુજરાત અને ભારત માટે એક માઈલસ્ટોન છે, જે ક્લીન એનર્જી અને મોબિલિટીના ભવિષ્યને આકાર આપશે. 2047 સુધી વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા આ એક મહત્વનું પગલું છે.

આ પણ વાંચો- Old vehicles registration renewal: જૂના વાહનોનું રજિસ્ટ્રેશન રિન્યૂ કરાવવું પડશે મોંઘું, સરકારે ફીમાં કર્યો ભારે વધારો

MoneyControl News

MoneyControl News

First Published: Aug 26, 2025 1:28 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.