નવી Tata Sierra SUV લોન્ચ: 11.49 લાખની શરૂઆત, સલામતી, ટેકનોલોજી અને લુકમાં નંબર-1
Tata Motors એ આધુનિક અવતારમાં નવી Sierra SUV લોન્ચ કરી છે, જેની શરુઆતી કિંમત 11.49 લાખ છે. તેમાં સૌથી મોટો સનરૂફ, 3 પાવરફુલ એન્જિન વિકલ્પો, અદ્યતન સુરક્ષા ફીચર્સ અને AI-સંચાલિત ટેકનોલોજી શામેલ છે. 16 ડિસેમ્બર 2025 થી બુકિંગ શરૂ. સંપૂર્ણ વિગતો જાણો!
લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે Tata Motorsની શાનદાર SUV, Tata Sierra, હવે નવા અને આધુનિક અવતારમાં માર્કેટમાં લોન્ચ થઈ ગઈ છે.
લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે Tata Motorsની શાનદાર SUV, Tata Sierra, હવે નવા અને આધુનિક અવતારમાં માર્કેટમાં લોન્ચ થઈ ગઈ છે. મંગળવારે લોન્ચ કરાયેલી આ નવી Sierra SUV 11.49 લાખની (એક્સ-શોરૂમ) આકર્ષક શરૂઆતી કિંમત સાથે બજારમાં ધૂમ મચાવવા તૈયાર છે. આ નવી Sierra તેના વિશાળ સ્પેસ, સેગમેન્ટમાં સૌથી મોટા સનરૂફ, અદ્યતન એન્ટરટેઈનમેન્ટ અને સુરક્ષા ફીચર્સ સાથે ગ્રાહકોને એક અનોખો અનુભવ આપશે.
ત્રણ પાવરફુલ એન્જિન વિકલ્પો નવી Tata Sierra ખરીદદારોની વિવિધ જરૂરિયાતોને પહોંચી વળવા માટે ત્રણ પાવરફુલ એન્જિન વિકલ્પો સાથે ઉપલબ્ધ છે:
1) 1.5-લિટર ટર્બોચાર્જ્ડ ડાયરેક્ટ-ઇન્જેક્શન પેટ્રોલ એન્જિન: આ એન્જિન 160 PS પાવર અને 255 Nm ટોર્ક જનરેટ કરે છે. તે 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ વિકલ્પો સાથે ઉપલબ્ધ છે.
2) 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન: આ યુનિટ 106 PS પાવર અને 145 Nm ટોર્ક આપે છે, જે 6-સ્પીડ મેન્યુઅલ અને 7-સ્પીડ DCA ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવે છે.
3) 1.5-લિટર ટર્બો-ડીઝલ એન્જિન: ડીઝલ વિકલ્પમાં 118 PS પાવર મળે છે. મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 260 Nm અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 280 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક બંને વિકલ્પોમાં ઉપલબ્ધ છે.
સુરક્ષા અને ટેકનોલોજીમાં અગ્રેસર Tata Motorsએ નવી Sierraમાં સુરક્ષાને પ્રાથમિકતા આપી છે. તેમાં ભારતની કોઈપણ પ્રોડક્શન કારમાં લગાવવામાં આવેલ સૌથી સ્લિમ LED હેડલેમ્પ (17 mm નો બાય-LED મોડ્યુલ) નો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે રાત્રિના સમયે પણ ઉત્તમ વિઝિબિલિટી પૂરી પાડે છે. ટેકનોલોજીના મોરચે પણ Sierra કોઈથી પાછળ નથી.
ખાસ ફીચર્સ જે તેને બનાવે છે અનોખી
- નવા Curvv માંથી લીધેલ ફોર-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, જેમાં ઇલ્યુમિનેટેડ લોગો અને ટચ કંટ્રોલ્સ છે.
- Snapdragon ચિપ અને 5G સપોર્ટ સાથે iRA કનેક્ટેડ ટેક અને OTA અપડેટ્સની સુવિધા.
- 12.3-ઇંચની પેસેન્જર ડિસ્પ્લે અને 10.5-ઇંચની સેન્ટ્રલ ટચસ્ક્રીન.
- ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર.
- ડોલ્બી એટમોસ અને 18 સાઉન્ડ મોડ્સ સાથે 12-સ્પીકર JBL સાઉન્ડ સિસ્ટમ.
- Arcade એપ સપોર્ટ અને HypAR હેડ-અપ ડિસ્પ્લે.
- ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, પેનોરેમિક સનરૂફ અને મૂડ લાઇટિંગ.
- વાયરલેસ ચાર્જિંગ, રિયર સનશેડ્સ અને 360-ડિગ્રી કેમેરા.
વિવિધ ટ્રિમ્સ અને રંગોમાં ઉપલબ્ધ નવી Tata Sierra વિવિધ ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે, જેમાં Smart+, Pure, Pure+, Adventure, Adventure+, Accomplished અને Accomplished+ શામેલ છે. ગ્રાહકો તેમની પસંદ અને ફીચર પેકેજ મુજબ આમાંથી કોઈપણ વેરિઅન્ટ પસંદ કરી શકે છે. તે મુન્નાર મિસ્ટ, એન્ડમેન એડવેન્ચર, બંગાળ રફ, કુર્ગ ક્લાઉડ્સ, પ્યોર ગ્રે અને પ્રિસ્ટીન વ્હાઇટ જેવા મનમોહક 6 રંગોમાં ઉપલબ્ધ છે.
બુકિંગ અને ડિલિવરીની તારીખો જો તમે આ શાનદાર SUV ને પોતાનું બનાવવાનું વિચારી રહ્યા છો, તો તેની બુકિંગ 16 ડિસેમ્બર 2025 થી શરૂ થશે. કારની ડિલિવરી 15 જાન્યુઆરી 2026 થી શરૂ થવાની અપેક્ષા છે. આ નવી Tata Sierra ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં એક નવો માઈલસ્ટોન સ્થાપિત કરવા માટે તૈયાર છે.