ડીઝલ કાર્સે પણ ગુજરાતના માર્કેટમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. નાણાકીય વર્ષ 2025માં 73,000થી વધુ ડીઝલ કાર્સ વેચાઈ, જે ગયા વર્ષ કરતાં થોડું વધારે છે અને 2021ની સરખામણીમાં લગભગ બમણું છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન (FADA)ના ચેરપર્સન પ્રણવ શાહે જણાવ્યું, “ડીઝલ વાહનો મોંઘા હોવાથી નાની કાર્સ કે સેડાનની જગ્યાએ SUV ખરીદનારા કસ્ટમર્સ ડીઝલ વેરિયન્ટ પસંદ કરે છે.
ઈલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) અને હાઈબ્રિડ વાહનોનું વેચાણ ગુજરાતમાં હજુ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે.
ગુજરાતના ઓટોમોબાઈલ માર્કેટમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. કસ્ટમર્સની પસંદગી હવે પેટ્રોલથી CNG કાર્સ તરફ વળી રહી છે, જેના કારણે CNG વાહનોનું વેચાણ પેટ્રોલ કાર્સને પાછળ રાખી દીધું છે. બીજી તરફ, ડીઝલ કાર્સે પણ પોતાની પકડ જાળવી રાખી છે, પરંતુ ઈલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) હજુ માર્કેટમાં પોતાનું સ્થાન મજબૂત કરી શક્યા નથી.
CNG કાર્સનું વેચાણ નવી ઊંચાઈએ
નાણાકીય વર્ષ 2025ના ડેટા મુજબ, યુનિયન મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ (MoRTH)ના આંકડા દર્શાવે છે કે, ગુજરાતમાં CNG અને પેટ્રોલ-CNG હાઈબ્રિડ વાહનોનું વેચાણ 1.25 લાખ યુનિટ સુધી પહોંચ્યું છે. તેની સામે પેટ્રોલ કાર્સનું વેચાણ 1.18 લાખ યુનિટ રહ્યું. આ ઐતિહાસિક ફેરફાર છે, કારણ કે નાણાકીય વર્ષ 2021માં પેટ્રોલ કાર્સનું વેચાણ 1.39 લાખ યુનિટ હતું, જ્યારે CNG કાર્સ માત્ર 40,560 યુનિટ વેચાઈ હતી.
એક્સપર્ટ્સનું માનવું છે કે, પેટ્રોલના વધતા ભાવ, CNGની ઓછી રનિંગ કોસ્ટ અને ફેક્ટરી-ફિટેડ CNG વેરિયન્ટની વધતી ઉપલબ્ધતાએ આ ટ્રેન્ડને વેગ આપ્યો છે. અમદાવાદના એક કાર ડિલરે જણાવ્યું, “પોપ્યુલર હેચબેક અને કોમ્પેક્ટ સેડાન હવે ફેક્ટરી-ફિટેડ CNG કિટ સાથે આવે છે. ફેન્યુફેક્ચરર્સે માગ વધતાં પ્રોડક્શન પણ વધાર્યું છે.”
ડીઝલ કાર્સની પકડ મજબૂત, SUVની ડિમાન્ડ ઊંચી
ડીઝલ કાર્સે પણ ગુજરાતના માર્કેટમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. નાણાકીય વર્ષ 2025માં 73,000થી વધુ ડીઝલ કાર્સ વેચાઈ, જે ગયા વર્ષ કરતાં થોડું વધારે છે અને 2021ની સરખામણીમાં લગભગ બમણું છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન (FADA)ના ચેરપર્સન પ્રણવ શાહે જણાવ્યું, “ડીઝલ વાહનો મોંઘા હોવાથી નાની કાર્સ કે સેડાનની જગ્યાએ SUV ખરીદનારા કસ્ટમર્સ ડીઝલ વેરિયન્ટ પસંદ કરે છે. પરંતુ CNGની વિશ્વસનીયતા અને રેન્જને કારણે તેની ડિમાન્ડ સતત વધી રહી છે.” ખાસ કરીને એન્ટ્રી-લેવલ SUV ખરીદનારા કસ્ટમર્સ પણ CNG વિકલ્પ શોધી રહ્યા છે, જે ઓછી રનિંગ કોસ્ટ અને ફ્લેક્સિબલ ફ્લુઅલ ઓપ્શન આપે છે.
EV અને હાઈબ્રિડ માર્કેટ હજુ ધીમું
ઈલેક્ટ્રિક વ્હીકલ્સ (EV) અને હાઈબ્રિડ વાહનોનું વેચાણ ગુજરાતમાં હજુ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. નાણાકીય વર્ષ 2025માં રાજ્યમાં 6,200 જેટલા પ્યોર EV અને બેટરી ઓપરેટેડ વ્હીકલ્સ (BOV) વેચાયા, જ્યારે હાઈબ્રિડ વાહનોનું વેચાણ 6,300 યુનિટથી વધુ રહ્યું. ગયા વર્ષે હાઈબ્રિડનું વેચાણ માત્ર 100 યુનિટ હતું, જેમાં આ વર્ષે નોંધપાત્ર વધારો થયો છે.
એક્સપર્ટ્સનું કહેવું છે કે, ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની કમી અને મર્યાદિત મોડેલ્સને કારણે EVનું માર્કેટ હજુ ઝડપ નથી પકડી શક્યું. જોકે, નવા મોડેલ્સના લોન્ચિંગ અને ફ્લુઅલ ઈકોનોમી અંગે વધતી જાગૃતિને કારણે ભવિષ્યમાં EV સેક્ટરમાં તેજીની શક્યતા છે.
કસ્ટમર્સની નવી પસંદગી: રનિંગ કોસ્ટ પર ફોકસ
ગુજરાતના કસ્ટમર્સ હવે રનિંગ કોસ્ટને પ્રાથમિકતા આપી રહ્યા છે, જેના કારણે પેટ્રોલ કાર્સનું વેચાણ ઘટી રહ્યું છે. નાણાકીય વર્ષ 2023માં 1.55 લાખ પેટ્રોલ કાર્સ વેચાઈ હતી, જે આ વર્ષે ઘટીને 1.18 લાખ યુનિટ થઈ છે. બીજી તરફ, CNG અને ડીઝલ વાહનોનું વેચાણ સતત વધી રહ્યું છે.
ગુજરાતના ઓટોમોબાઈલ માર્કેટમાં આ ફેરફાર કસ્ટમર્સની બદલાતી પ્રાયોરિટી અને આર્થિક નિર્ણયોને દર્શાવે છે. CNGની ઓછી કોસ્ટ અને ફેક્ટરી-ફિટેડ વેરિયન્ટની વધતી ઉપલબ્ધતાએ કસ્ટમર્સને આકર્ષ્યા છે, જ્યારે ડીઝલ અને SUVની ડિમાન્ડ પણ મજબૂત રહી છે. EV અને હાઈબ્રિડ વાહનોનું ભવિષ્ય ઉજ્જવળ લાગે છે, પરંતુ હાલ પૂરતું CNG ગુજરાતના કાર માર્કેટનો નવો ફેવરિટ બની ગયો છે.