Ola Electric News: દેશની અગ્રણી પ્યોર પ્લે ઈલેક્ટ્રિક વ્હીકલ (EV) મેન્યુફેક્ચરિંગ કંપની ઓલા ઈલેક્ટ્રીકે તહેવારોની સિઝનની મજબૂત શરૂઆત કરી છે. કંપની 2-વ્હીલર EV સેગમેન્ટમાં તેના પ્રવેશને વધુ મજબૂત બનાવવાની તૈયારી કરી રહી છે. વાહન પોર્ટલના ડેટા અનુસાર ઓક્ટોબરમાં 15,672 વાહનો નોંધાયા હતા, જે બજાર હિસ્સાના લગભગ 34% છે. Ola S1 સ્કૂટર પોર્ટફોલિયો પાછળ સર્વિસ નેટવર્કની મજબૂત ગ્રોથે કંપનીને તેનો બજાર હિસ્સો વધારવામાં મદદ કરી છે.
Ola ઈલેક્ટ્રિક હવે તહેવારોની સિઝનમાં તેના મજબૂત પ્રદર્શનની ગતિ જાળવી રાખવાની યોજના ધરાવે છે.
આ સિવાય કંપની નેટવર્ક પાર્ટનર પ્રોગ્રામ દ્વારા 2025 સુધીમાં 10,000 નવા સેલ્સ અને સર્વિસ પાર્ટનર્સ ઉમેરવાની તૈયારી કરી રહી છે. તેના સિવાય, કંપની દેશભરમાં 1 લાખ થર્ડ પાર્ટી મિકેનિક્સને ટ્રેનિંગ આપવાની પણ તૈયારી કરી રહી છે જેથી દેશભરના મિકેનિક્સ ઈવી માટે તૈયાર થઈ શકે.
Ola Electric S1 પોર્ટફોલિયોમાં અલગ-અલગ પ્રાઇસ વાળા 6 મોડલ છે. પ્રીમિયમ મોડલ S1 Proની કિંમત ₹1,34,999 અને S1 Airની કિંમત ₹1,7,499 છે. S1 X ની કિંમત ₹74,999 થી શરૂ થાય છે.